અલીબાબાના જેક માએ પોતાનો ઉત્તરાધિકારી કર્યો જાહેર, જાણો વધુ વિગતો

બેજિંગઃ ચીનના અલીબાબા ગ્રુપના 54 વર્ષીય એક્ઝિક્યૂટિવ ચેરમેન જેક માએ પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી દીધી છે. ગ્રુપના સીઈઓ ડેનિયલ ઝેંગ 10 સપ્ટેમ્બર 2019ના રોજ ચેરમેન પદનો કાર્યભાર સંભાળશે. જો કે જ્યાં સુધી ડેનિયલ કાર્યભાર સંભાળશે ત્યાં સુધી તેઓ જેક મા સાથે કામ કરતા રહેશે જેથી ઝેંગ જ્યારે પોતાનો કાર્યભાર સંભાળે ત્યારે તેમને કોઈ મુશ્કેલી ન આવે. જેક મા 2020માં ગ્રુપની એન્યુઅલ શેરહોલ્ડર મીટિંગ સુધી બોર્ડમાં રહેશે.

આ મામલે જેક માએ જણાવ્યું કે અલીબાબાની કમાન ડેનિયલ અને તેમની ટીમને સોંપવી તે યોગ્ય સમયે કરવામાં આવેલો નિર્ણય છે કારણકે તેમની સાથે કામ કરીને મેં જાણ્યું કે તેઓ જવાબદારી લેવા માટે તૈયાર છે. સીઈઓનું પદ સંભાળ્યા પછી તેમણે શાનદાર પ્રદર્શન કર્યું.”

જેક મા અલીબાબા કંપની બનાવતા પહેલા ઇંગ્લિશ ટીચર હતા. જેક માએ દોસ્તો પાસેથી 60,000 ડોલર ઉધાર લઇને 1999માં અલીબાબા.કોમની શરૂઆત કરી હતી. અલીબાબા ગ્રુપ હવે એશિયાની સૌથી વધુ વેલ્યુ વાળી કંપની છે. જેક મા 39.9 અબજ ડોલરની સંપત્તિ સાથે ચીનના સૌથી મોટા અને એશિયાના બીજા સૌથી મોટા અમીર વ્યક્તિ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]