મુંબઈઃ ભારતમાં પહેલી અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિ. (CDSL)એ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC)માં 6.78 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે.
CDSL છેલ્લાં કેટલાંક વર્ષોથી આત્મનિર્ભર બનવા માટે રોકાણકારોને સશક્ત બનાવવા તરફ આગળ વધી રહી છે. ONDC પ્રોજેક્ટ (સેક્શન 8 કંપની – નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન), જે ભારતને આત્મનિર્ભર બનવવા માટે ઈ-કોમર્સ નેટનવર્ક માટે ભારતીય ઈકો સિસ્ટમ બનાવવા માટે રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેક્ટ છે. CDSLએ તેના દેશને આત્મનિર્ભર બનાવવાના વિઝનને ધ્યાનમાં રાખીને ONDCમાં રોકાણ કર્યું છે.
ONDCનો ઉદ્દેશ ઓપન-સોર્સ મેથોડોલોજી પર વિકસિત ઓપન નેટવર્કને પ્રોત્સાહન આપવાનો પણ છે, જે કોઈ પણ ચોક્કસ પ્લેટફોર્મથી સ્વતંત્ર રહી ઓપન સ્પેસિફિકેશન્સ અને ઓપન નેટવર્ક પ્રોટોકોલ્સના ઉપયોગને ઉત્તેજન આપે છે.
વધુમાં, CDSLના MD અને CEO નેહલ વોરાએ જણાવ્યું હતું કે અમે ONDC પ્રોજેક્ટમાં ભાગીદાર બનવા માટે ઉત્સાહિત છીએ. ONDC પ્રોજેક્ટ એ ડિજિટલ વૃદ્ધિ તરફ રાષ્ટ્રીય પહેલની પ્રગતિમાં ઉત્પ્રેરક બનવાની શ્રેષ્ઠ તક છે.