રૂપે કાર્ડ વિસા, માસ્ટર કાર્ડનો વિકલ્પ બની શકશે? 

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેનની લડાઈના બહુ પહેલાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય કાર્ડ નેટવર્કની વિસા અને માસ્ટરકાર્ડની સામે દેશવાસીઓને રૂપે કાર્ડના વપરાશ પર ભાર મૂક્યો હતો. તેમણે 2018ના તેમના ભાષણમાં રૂપે કાર્ડના વપરાશની આદત વિકસાવવાની વાત કરતાં જણાવ્યું હતું કે એ પણ રાષ્ટ્ર સેવા કરવાનું એક માધ્યમ છે. તેમણે 140 કરોડ લોકોની વધતી આર્થિકશક્તિ દ્વારા વિસા અને માસ્ટર કાર્ડના પ્રભુત્વનો આડકતરી રીતે વિરોધ કર્યો હતો.

રૂપે કાર્ડ એ રશિયાના મીર અને ચીનના યુનિયનપે કં.ની જેમ જ એક ઘરેલુ કાર્ડ નેટવર્ક છે, જેને 2012થી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમોટ કરવામાં આવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે રીતે નવી દિલ્હીએ રૂપે કાર્ડના વપરાશ પર આક્રમક રીતે ભાર મૂક્યો હતો, એનાથી ચિંતિત થઈને વિસા ઇન્ક.એ તો અમેરિકાને ફરિયાદ પણ કરી હતી. એ વખતે માસ્ટરકાર્ડે પણ રૂપે કાર્ડ સામે ચણભણ કરી હતી. એ વખતે ડિસ્કવર ફાઇનાન્શિયલ સર્વિસિસની ડિનર ક્લબની સાથે-સાથે માસ્ટરકાર્ડ અને અમેરિકન એક્સપ્રેસ ડેટાના સ્થાનીયકરણને લઈને  RBIની સાથે નિયમોને સંકટમાં મુકાઈ હતી.

વૈશ્વિક કાર્ડ કંપનીઓ દ્વારા યુક્રેન આક્રમણ ને લઈને રશિયાના બહિષ્કાર કરવાનો નિર્ણય રાષ્ટ્રવાદી સેન્ટિમેન્ટને વધારે એવી શક્યતા છે. તો શું રૂપે આ કાર્ડ વિસા અને માસ્ટરકાર્ડનો વિકલ્પ બની શકશે?

દેશમાં રૂપે કાર્ડ 60 કરોડ લોકો પાસે, જે 2020ના અંતમાં દેશમાં કુલ પેમેન્ટ્સનો 60 ટકા હિસ્સાને આવરી લે છે, જે 2017માં માત્ર 15 ટકાથી વધુ હતો, એમ RBI કહે છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]