ભૂતપૂર્વ પત્ની કિરણે જીવનની સૌથી શ્રેષ્ઠ બર્થડે-ગિફ્ટ આપી આમિરને

મુંબઈઃ બોલીવૂડ એક્ટર આમિર ખાનનો આજે જન્મદિવસ છે અને સોશિયલ મિડિયા પર બોલીવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ માટે શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે. આમિર ફેન્સની આ પ્રેમવર્ષાથી અભિભૂત છે. આમિરે  આ વર્ષે મળેલી બર્થડે ગિફ્ટ વિશે જણાવ્યું હતું. તેણે તેની ભૂતપૂર્વ પત્ની પાસેથી મળેલી ગિફ્ટને જીવનની સૌથી બેસ્ટ ‘ગિફ્ટ’ બતાવી હતી.

આમિરે હાલમાં જણાવ્યું હતું કે તેણે કિરણ સાથે વાતચીત કરી હતી, જેમાં તેણે તેની ખામીઓ અને નબળાઈઓ વિશે કિરણને જણાવ્યું હતું. કિરણે તેની 10-12 ખામીઓ ગણાવી હતી. આ યાદીમાં કિરણે જે મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો, એ જોઈને આમિર આશ્ચર્યચકિત થયો હતો. તેણે ઇમાનદારીથી મારી ખામીઓ ગણાવી હતી, જે બીજું કોઈ ના જણાવી શકે, એમ તેણે કહ્યું હતું.

આમિર અને કિરણને આશરે 15 વર્ષના લગ્નજીવન પછી ગયા વર્ષે અલગ થવાની વાતે દેશને ચોંકાવ્યો હતો. ત્યારે તેમણે સંયુક્ત નિવેદન આપ્યું હતું. કિરણે આમિરને તેની ભૂલનો અહેસાસ કરાવ્યો હતો.

હાલમા આમિરે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે તેનાં અસફળ લગ્ન અને બાળકો વિશે વાત કરી હતી. તેનું કહેવું હતું કે તેણે હંમેશાં પરિવારથી વધુ કેરિયર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હું જવાબદારી ના નિભાવી શક્યો, પણ હવે હું મારા માતાપિતા, ભાઈ-બહેનો, પહેલી પત્ની રીના, તેનાં માતાપિતા, કિરણ, તેનાં માતાપિતા અને બાળકો સાથે એક નવી શરૂઆત કરીશ. આ બધા લોકોને આમિરે અંગત ગણાવ્યા હતા.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]