મુંબઈ તા. 6 ઓગસ્ટ, 2021: બીએસઈ લિમિટેડે 30 જૂન, 2021ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાનું અનઓડિટેડ કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ જાહેર કર્યું છે. ત્રિમાસિક ગાળાના અંતે ચોખ્ખો વહેંચણીપાત્ર નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.33.15 કરોડથી 61 ટકા વધીને રૂ.53 42 કરોડ થયો છે. કામકાજની આવક રૂ.103.22 કરોડથી 52 ટકા વધીને રૂ.156.95 કરોડ થઈ છે.
લોકડાઉન છતાં બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ પર ઉક્ત ત્રિમાસિક ગાળા દરમિયાન આઈપીઓ, પ્રેફરેન્શિયલ ઈશ્યુઝ, રાઈટ ઈશ્યુઝ દ્વારા રૂ.1657 કરોડથી અધિક રકમ એકત્ર કરી છે. એ બીએસઈમાં આ ઉપરાંત ઉક્ત ગાળા દરમિયાન રૂ.3,04,157 કરોડના પ્રાઈવેટ ડેટ અને કમર્શિયલ પેપર્સનું લિસ્ટિંગ થયું હતું.
ઈક્વિટી સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર 57 ટકા વધ્યું છે. 2019-20માં રૂ.2676 કરોડની સરેરાશ હતી તે 2020-21માં રૂ.4,197 કરોડની થઈ છે.
બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળાના રૂ.3,848 કરોડથી 80 ગણું વધીને જૂન 2021ના અંતે રૂ.3.15 લાખ કરોડ થયું છે.
કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં 30 જૂન અંતેના ત્રિમાસિક ગાળામાં સરેરાશ દૈનિક ટર્નઓવર આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 29 ટકા વધ્યું છે
બીએસઈ સ્ટાર એમએફ પર ઉક્ત ત્રિમાસિક ગાળાના અંતે ટ્રાન્ઝેક્શન્સની સંખ્યામાં આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 90 ટકાનો વધારો થયો છે.