મુંબઈ તા. 31 માર્ચ, 2022: દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ વિતરણ પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પર માર્ચ મહિનામાં અત્યાર સુધીના સૌથી અધિક 1.96 કરોડ ટ્રાન્ઝેક્શન્સનો વિક્રમ નોંધાયો હતો. આ પૂર્વે જાન્યુઆરી, 2022માં 1.87 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. માર્ચ મહિનામાં રૂ.6,860 કરોડના નેટ ઈક્વિટી આવકના પ્રવાહ સાથે કુલ રૂ.42,976 કરોડના ટ્રાન્ઝેક્શન્સ સ્ટાર એમએફ પર થયા હતા.
નાણાકીય વર્ષ 2021-22માં બીએસઈ સ્ટાર એમએફ પર રૂ,81,350 કરોડના નેટ ઈક્વિટી રોકાણની આવક સાથે ટ્રાન્ઝેક્શનની સંખ્યા 97 ટકા વધીને 18.47 કરોડ થઈ છે. મોબાઈલ એપ્સ મારફત રૂ.9,314 કરોડના 37.51 લાખ ટ્રાન્ઝેક્શન્સ નાણાકીય વર્ષ 2021-22માં થયા છે. માર્ચ, 2022 અંતેના ત્રિમાસિક ગાળામાં બીએસઈ સ્ટાર એમએફ પરના એસઆઈપીમાં 33.14 લાખનો ઉમેરો થયો છે.