આઇસી15 ઇન્ડેક્સ 289 પોઇન્ટ વધ્યો 

મુંબઈઃ હેજ ફંડોએ વિશ્વની રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાની સ્થિતિમાં ડિજિટલ એસેટ્સ જમા કરવાનું શરૂ કર્યું હોવાથી ક્રીપ્ટોકરન્સીને ટેકો મળ્યો છે. ગુરુવારે સામસામા રાહે અથડાયા બાદ બિટકોઇન 47,000 ડોલરની આસપાસ રહ્યો હતો.

દરમિયાન, રશિયાએ હુમલા ઓછા કરવાનું વચન આપ્યું હોવા છતાં રશિયન દળોએ કિવ અને ચેર્નિહિવ પર બોમ્બમારો ચાલુ રાખ્યો હતો.

બીટીસી એક્સચેન્જ પર થઈ રહેલા વ્યવહારો દર્શાવે છે કે ક્રીપ્ટોમાં વોલેટિલિટી વધી રહી છે. ઓનચેન એનાલિટીક્સના આંકડાઓ દર્શાવે છે કે 2.1 અબજ મૂલ્યના બિટકોઇન એક્સચેન્જમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેની સામે ઇનફ્લો 1.2 અબજ ડોલર રહ્યો છે. એક્સચેન્જમાંથી કોઇન બહાર કાઢવામાં આવ્યાની સ્થિતિ દર્શાવે છે કે રોકાણકારો ક્રીપ્ટોનું હોર્ડિંગ કરી રહ્યા છે.

ઈથેરિયમમાં પણ આવું જ વલણ જોવા મળ્યું છે. તેમાં 29મી માર્ચે 793 મિલ્યન ડોલરના કોઇન જમા થયા હતા, જ્યારે ઉપાડ 1.8 અબજ ડોલરનો હતો.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.41 ટકા (289 પોઇન્ટ) વધીને 69,741 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 69,452 ખૂલીને 69,916 સુધીની ઉપલી અને 69,136 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
69,452 પોઇન્ટ 69,916 પોઇન્ટ 69,136 પોઇન્ટ 69,741

પોઇન્ટ

ડેટાનો સમયઃ 31-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)