AIએ શાકાહારી યાત્રીને માંસાહારી ભોજન પીરસતાં કાર્યવાહી

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ વિમાનમાં શાકાહારી યાત્રીઓને માંસાહારી ભોજન પીરસવાના આરોપમાં બે ક્રૂ સભ્યોને ફ્લાઇટ્સમાં જવા પર પ્રતિબંધ મૂક્યો હતો, એમ સરકારી અધિકારીઓએ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ 25 માર્ચે ટોક્યોથી દિલ્હી આવી રહેલા વિમાનમાં જૈન ધર્મના અનુયાયી એ યાત્રીએ શાકાહારી ભોજન પીરસવા માટે ઓર્ડર આપ્યો હતો, પણ ક્રૂ સભ્યોએ ભૂલથી એ પેસેન્જરને માંસાહારી ભોજન આપી દીધું હતું. જેથી અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે યાત્રીને માલૂમ પડ્યું હતું કે એને ભૂલથી ખોટું ભોજન પીરસવામાં આવ્યું છે તો એણે ક્રૂના સભ્યોને ફરિયાદ કરી હતી.

એરલાઇને બે ક્રૂ સભ્યોને અન્ય ફ્લાઇટમાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને આ ઘટનાની તપાસ શરૂ કરી હતી.

એરલાઇને કહ્યું હતું કે ફ્લાઇટ્સમાં સવાર 80 પેસેન્જરોમાંથી 11એ બુકિંગ સમયે નોંધાવેલા ભાજન અનુસાર તેમને ભોજન પીરસવામાં આવ્યું હતું. આ વિશેષ ભોજન અલગથી ઓવનમાં સંગ્રહ કરવામાં આવે છે. જેથી ગેરસમજણનો સવાલ ના થાય. આ ભોજન પર કેટરરનું લેબલ લાગેલું હોય છે. એને એને પીરસતાં પહેલાં ખોલવામાં કે તપાસમાં નથી આવતું.