મુંબઈઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર પ્લેટફોર્મ BSE સ્ટાર MF પર પ્રતિ માસ એક કરોડ ૧૧ લાખ ટ્રાન્ઝેક્શન્સનો નવો વિક્રમ સ્થાપિત થયો છે. આ પૂર્વે માર્ચ, 2021માં ૧.૧૦ કરોડ ટ્રાન્ઝેક્શન્સના પોતાના જ વિક્રમને આ પ્લેટફોર્મ અતિક્રમી ગયું છે.
BSE સ્ટાર MF પ્લેટફોર્મ પર એપ્રિલ મહિનામાં રૂ.33,735 કરોડના 1.11 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા, જે આગલા મહિનાની તુલનાએ 1 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2020-21માં રૂ.3,33,187 કરોડના 9.38 કરોડ ટ્રાન્ઝેક્શન્સ આ પ્લેટફોર્મે પ્રોસેસ કર્યા છે, જે આગલા વર્ષના 5.75 કરોડ ટ્રાન્ઝેક્શન્સની તુલનાએ 63 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2020-21માં નેટ ઈન્ફ્લો રૂ.22,444 કરોડનો રહ્યો છે. મોબાઈલ એપ પર વર્ષ દરમિયાન રૂ.11,774 કરોડના 21.34 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. એપ્રિલ, 2021 દરમિયાન પ્લેટફોર્મ પર 4.99 લાખ નવા એસઆઈપીનું રજિસ્ટ્રેશન થયું છે. આ પૂર્વે માર્ચ, 2021માં 5.45 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.