5G-નેટવર્કઃ MTNL, જિયો, વોડાફોન, એરટેલને ટ્રાયલ્સની મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાં 5G ટેલિકોમ સર્વિસ શરૂ કરવા માટે અજમાયશો હાથ ધરવા માટે પોતાની હસ્તકની મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ) ઉપરાંત રિલાયન્સ જિયો ઈન્ફોકોમ, વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ તથા અન્ય ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને મંજૂરી આપી છે, પરંતુ એક પણ ચાઈનીઝ ટેક્નોલોજી કંપનીને એ માટેની પરવાનગી આપી નથી.

5G ટ્રાયલ્સ હાથ ધરવા માટેની મંજૂરી ટેલિકમ્યુનિકેશન્સ વિભાગ (DoT) દ્વારા આપવામાં આવી છે. હુઆવેઈ અને ZTE જેવી ચીની ટેક્નોલોજી કંપનીઓને પરવાનગી આપી નથી. મંજૂરી મેળવનાર ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ એરિક્સન, નોકિયા, સેમસંગ અને C-DOT જેવી ઈક્વિપમેન્ટ ઉત્પાદક અને ટેક્નોલોજી પ્રોવાઈડર કંપનીઓ સાથે સહયોગ કર્યો છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ પોતાની સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 5G ટ્રાયલ્સ હાથ ધરવાની છે.