મુંબઈઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ પ્લેટફોર્મ BSE સ્ટાર એમએફ પર નવેમ્બર મહિનામાં પણ રૂ.370 કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો છે, એની સામે નવેમ્બરમાં ઉદ્યોગમાં રૂ.12,917 કરોડની જાવક રહી છે, જે દર્શાવે છે કે BSE સ્ટાર એમએફ પર રોકાણકારોનો વિશ્વાસ દિનપ્રતિદિન વધતો રહ્યો છે.
અત્યાર સુધીમાં ઓક્ટોબર, 2020માં આ પ્લેટફોર્મ પર મહિનાના સૌથી અધિક 76.74 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા, એની સામે નવેમ્બરમાં 74.35 લાખ ટ્રાન્ઝેક્શન થયા છે.
વૈશ્વિક મહામારી અને સતત લોકડાઉન્સ વચ્ચે પણ BSE સ્ટાર એમએફ AMCs, મેમ્બર્સ અને ક્લાયન્ટ્સને સરળ પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સની સર્વિસીસ પૂરી પાડી રહ્યુ્ં છે.
એકંદરે પ્લેટફોર્મે નાણાકીય વર્ષ 2020-21ના આઠ મહિનામાં 96 ટકા ટ્રાન્ઝેક્શન એટલે કે 5.51 કરોડ ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે, જે નાણાકીય વર્ષ 2019-20ના સમકક્ષ ગાળામાં 5.75 કરોડ હતા.
સ્ટાર MF પર નવેમ્બર, 2020માં ટર્નઓવર આગલા વર્ષના સમકક્ષ મહિનાના રૂ.13,722 કરોડની સામે 70 ટકા વધીને રૂ.23,348 કરોડ થયું છે. નવેમ્બર, 2020માં નેટ ઈક્વિટી ઈન્ફ્લો ઓક્ટોબર, 2020ના રૂ.1,033 કરોડથી 64 ટકા ઘટીને રૂ.370 કરોડનો રહ્યો છે. નવેમ્બર, 2020માં રૂ.87.32 કરોડની 3.47 લાખ નવી એસઆઈપી નોંધાઈ છે. કુલ એસઆઈપી બુક સાઈઝ 60.38 લાખની થઈ છે.
