વોટ્સએપમાં વોલપેપરનું નવું ફીચર; આ રીતે ઉપયોગ કરો…

નવી દિલ્હીઃ વોટ્સએપ ઈન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસે તેના પ્લેટફોર્મ પર કેટલાંક નવાં ફીચર્સ ઉમેર્યાં છે, જેમાંનું એક વિવિધ રંગના વોલપેપરના નવાં સેટિંગ્સનું છે. વોટ્સએપ વોલપેપરને કુલ ચાર પ્રકારનાં નવાં અપડેટ્સ મળ્યાં છે. આમાં કસ્ટમ ચેટ વોલપેપર્સથી માંડીને એડિશનલ ડૂડલ વોલપેપર્સ, સ્ટોક વોલપેપર ગેલેરીના અપડેટ અને લાઇટ અથવા ડાર્ક મોડ માટે અલગ-અલગ વોલપેપર્સ પસંદ કરવા જેવી સુવિધા છે.

એ અપડેટ દ્વારા હવે દરેક ચેટ માટે અલગ-અલગ વોલપેપર્સ સેટ કરી શકાય છે. એનાથી ન માત્ર તમારા વોટ્સએપ ચેટનો લુક બદલાઈ જશે, બલકે તમે અચાનક ખોટા ચેટમાં મેસેજ કરવાથી બચી શકાશે. વોટ્સએપે નવા અપડેટ મોટા ભાગે એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે જારી કરી દીધાં છે. એટલા માટે નવાં ફીચર્સનો ઉપયોગ કરવા માટે જરૂરી છે કે તમે એપને અપડેટ કરી લો.

આવો જાણીએ કઈ રીતે તમે વોટ્સએપ પર દરેક ચેટ માટે અલગ-અલગ વોલપેપર સેટ કરી શકો છો. આ રીતે એન્ડ્રોઇડ અને iફોન- બંને માટે કામ કરશે. આવામાં અલગ-અલગ વોલપેપર સેટ કરો.

સ્ટેપ 1: સૌથી પહેલાં વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવા માટે વોટ્સએપને ગૂગલ પ્લેથી અપડેટ કરો.

સ્ટેપ 2: હવે તમે એ ચેટ ઓપન કરો, જેનું તમે વોલપેપર બદલવા ઇચ્છો છો. 

સ્ટેપ 3: એ પછી તમારે કોન્ટેક્ટ નેમ પર ટેપ કરવાનું છે, જેનાથી કોન્ટેક્ટ ઇન્ફો ખૂલી જાય છે. 

સ્ટેપ 4:  હવે તમારે Wallpaper ઓપ્શન પર જવાનું છે. 

સ્ટેપ 5: એ પછી choose a New Wallpaper પર ટેપ કરો.તમે વોટ્સએપ પર લેટેસ્ટ સ્ટોક વોલપેપર્સમાંથી કોઈ એક પસંદ કરી શકો છો. 

સ્ટેપ 6: જો તમે વોટ્સએપના વોલપેપર્સ પસંદ ન આવે તો ફોનની ગેલેરીમાંથી તમે ફોટાની પસંદગી કરી શકો છો.

સ્ટેપ 7: આ પ્રક્રિયા તમે અન્ય ચેટ્સ માટે અપનાવી શકો છો.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]