બીએસઈ સ્ટાર એમએફ પર 30.46-લાખ ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ

મુંબઈ તા. 12, જુલાઈ, 2022: દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ્સ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પર 11 જુલાઈએ 30.46 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એ સાથે આ પ્લેટફોર્મ પર અગાઉ 18 એપ્રિલ, 2022ના રોજ થયેલા સૌથી અધિક કામકાજનો 30.11 લાખ ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ તૂટ્યો છે.

 બીએસઈ સ્ટાર એમએફ પર મે 2022માં 2.04 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા, જેને પગલે સૌથી અધિક માસિક ટ્રાન્ઝેક્શન્સનો માર્ચ, 2022માં થયેલા 1.96 કરોડ ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ તૂટ્યો હતો.

 નાણાકીય વર્ષ 2022-23ના ત્રણ મહિના (એપ્રિલથી જૂન)માં 5.54 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે, જે આગલા વર્ષના સમાન ગાળાના 18.47 કરોડ થયા હતા. ગત સંપૂર્ણ નાણાકીય વર્ષના ટ્રાન્ઝેક્શન્સના 32 ટકા માત્ર ત્રણ મહિનામાં થયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]