સેન્સેક્સમાં વર્ષનો ત્રીજો કડાકોઃ નિફ્ટીએ 16,500ની સપાટી તોડી

અમદાવાદઃ કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના ડરને લીધે વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેથી BSE સેન્સેક્સ 1700 પોઇન્ટ કરતાં વધુ તૂટ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 530 કરતાં વધુ પોઇન્ટ તૂટી ગયો હતો. ઘરેલુ બજારોમાં બાસ્કેટ સેલિંગ થયું હોવાની શક્યતા પણ છે.  ઓમિક્રોન લીધે યુરોપિયન દેશો ફરી એક વાર પ્રતિબંધો લાગુ કરી રહ્યા છે. જેથી ઘરેલુ શેરબજારોમાં પણ સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સે 55,350ની સપાટી તોડી હતી, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સે 16,500ની સપાટી પણ તોડી હતી. PSU બેન્ક ઇન્ડેક્સ ચાર ટકાથી વધુ તૂટ્યો હકતો. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ પણ 1500 પોઇન્ટ કરતાં વધુ તૂટ્યો હતો. સેન્સેક્સના ઇન્ડેક્સ બેઝડ 30માંથી 30 શેરો અને નિફ્ટીના 50માંથી 47 શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. અમેરિકાનો ડાઓ ફ્યુચર પણ 500 પોઇન્ટ કરતાં વધુ તૂટ્યો હતો. BSEના માર્કેટ કેપમાં 8.6 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

અમેરિકા અને યુરોપમાં હોલિડે સીઝન શરૂ થવામાં છે, જેથી વૈશ્વિક અર્થતંત્રોને આંચકો લાગવાના ડરે શેરબજારોમાં વેચવાલી ફરી વળી હતી. એશિયાનાં બજારોમાં પણ વેચવાલી ફરી વળી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ  શુક્રવારે 2000 કરોડથી વેચવાલી કરી હતી. આમે FII ક્રિસમસની રજાઓ હોવાને કારણે ડિસેમ્બરમાં શેરોમાં વેચવાલી કરે છે. શુક્રવારે પણ સેન્સેક્સમાં 889 પોઇન્ટનો ઘટાડો થયો હતો. જેથી બજારનું સેન્ટિમેન્ટ મંદીતરફી હતું. જેમાં ઓમિક્રોને વધુ માર્કેટની વેચવાલીમાં વધુ ઘી રેડ્યું છે. જેથી બજારની મંદી વધુ ઘેરી બની છે.

બજારોમાં મેટલ, રિયલ્ટી બેન્કો અને ઓટોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ ચાર ટકાથી વધુ તૂટી ગયા હતા.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]