મુંબઈ તા. 9 જૂન, 2023: બીએસઈના તાજેતરમાં રિલોન્ચ કરવામાં આવેલા એસએન્ડપી સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર ચોથા સપ્તાહની સમાપ્તિએ રૂ.1,72,960 કરોડના નવા શિખરે પહોંચ્યું હતું. ઓપ્શન્સમાં રૂ.1,72,917 કરોડ અને ફ્યુચર્સમાં રૂ.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.
શુક્રવારે 6.34 લાખ સોદાઓમાં કુલ 27.54 લાખ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. એક્સપાયરી પૂર્વે કુલ ઓપન ઈન્ટરેસ્ટ રૂ.12,650 કરોડના મૂલ્યના 2.02 લાખ કોન્ટ્રેક્ટ્સની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
સેન્સેક્સ અને બેન્કેક્સના રિલોન્ચિગ બાદ, ઓપન ઈન્ટરેસ્ટનો આંકડો એકધારો વધતો જાય છે એ દર્શાવે છે કે બજારના વધુને વધુ સહભાગીઓને આ કોન્ટ્રેક્ટ્સમાં રસ પડી રહ્યો છે. આ સેગમેન્ટમાં 170થી અધિક મેમ્બર્સ ટ્રેડિંગમાં સામેલ થયા હતા.