ફોરેક્સ માર્કેટમાં ખાતરીપૂર્વકના વળતરની ઓફરથી સાવચેત રહો: એનએસઈની ચેતવણી

મુંબઈ તા.9 જૂન, 2023:  “લક્ષ્મી રાવ” નામની એક વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરવા પર નિશ્ચિત વળતરની ખાતરી અને  સિક્યુરિટીઝ માર્કેટમાં ટ્રેડિંગ માટેની ટિપ્સ પૂરી પાડી રહી છે અને રોકાણકારોને તેમના તેમના ખાતાના ક્રેડેન્શિયલ માગી ખાતાંને હેન્ડલ કરવાની ઓફર કરી રહી છે, એનાથી ચેતવાની જાહેર સલાહ નેશનલ સ્ટોક એક્સચેન્જે આપી છે. આ વ્યક્તિ ફોન નંબર “7259527529” મારફત કામકાજ કરે છે.

જેઓ ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ કરે છે એમને ચેતવવામાં આવે છે કે “માધવરાવ” નામની વ્યક્તિ કે જે “તિરુમાલા ટ્રેડ” સાથે સંકળાયેલી છે અને મોબાઈલ નંબર “8459828236” મારફત કામ કરે છે તે ફોરેક્સ માર્કેટમાં રોકાણ કરવા પર નિશ્ચિત વળતરની ખાતરી આપી રહી છે

એનએસઈની ચેતવણી મુજબ ઈન્વેસ્ટર્સે આવાં પ્રોડક્ટ્સમાં રોકાણ ન કરવું, કારણ કે નિર્દેશાત્મક, ખાતરીબંધ વળતરવાળાં પ્રોડક્ટ્સ ફોરેક્સ અને સિક્યુરિટીઝ માર્કેટમાં ઓફર કરવાં એ ગુનો છે. રોકાણકારોએ આવી વ્યક્તિને પોતાના ટ્રેડિંગ ખાતાની વિગતો પૂરી ન પાડવી અને પાસવર્ડ શેર ન કરવા. ઉક્ત વ્યક્તિ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના કોઈ પણ રજિસ્ટર્ડ મેમ્બર નથી કે મેમ્બર સાથે જોડાયેલી અધિકૃત વ્યક્તિ નથી.