24000 કરોડના નમકીન માર્કેટમાં બ્રિટાનિયાની એન્ટ્રી, બે દિગ્ગજની હરીફ બનશે

નવી દિલ્હીઃ બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ 24 હજાર કરોડના સાલ્ટી સ્નૈક્સ માર્કેટમાં એન્ટ્રીની યોજના બનાવી રહી છે જેના પર અત્યારે પેપ્સિકો અને હલ્દીરામનો દબદબો છે. દેશની સૌથી મોટી બિસ્કિટ કંપની ટાઈમ પાસ બ્રાંડ અંતર્ગત આવતા મહિને સ્નેક્સ લોન્ચ કરશે. નોન બિસ્કિટ કેટેગકરીમાં પ્રવેશ કરવાની યોજના અંતર્ગત બ્રિટાનિયાએ આ પહેલ કરી છે.

કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર વરુણ બેરીએ કહ્યું કે અમે બિલકુલ અલગ પ્રોડક્ટ્સની રેન્જ ઉતારવા જઈ રહ્યા છીએ. અમારી પાસે 80 પ્લાંટ્સ છે, જ્યાં કંપની પ્રોડક્ટ્સ તૈયાર કરે છે. સ્નેક્સ સેગ્મેન્ટમાં સામાન લાવવા પર પણ ખૂબ ખર્ચ થાય છે પરંતુ અમારી પાસે દેશભરમાં પ્લાંટ્સ છે એટલા માટે અમે ઓછા ખર્ચે સ્નૈક્સને ગમેત્યાં પહોંચાડી શકીશું. બેરીએ પ્રોડક્ટની રેન્જ અને વેરિએન્ટ્સ મામલે કોઈ માહિતી ન આપી.

ભારતમાં બિસ્કિટ, સ્નૈક્સ અને ડેરી ત્રણ મોટા સેગ્મેન્ટ છે. 3.4 લાખ કરોડની પ્રોડક્ટ્સ માર્કેટમાં તેમની ભાગીદારી એક તૃતિયાંશ છે. ગુડડે અને ન્યૂટ્રિચોઈસ બ્રાંડની માલિક બ્રિટાનિયાએ ટોટલ ફૂડ કંપની બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ અંતર્ગત તે ત્રણેય સેગ્મેન્ટમાં પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. ગત કેટલાક મહિનાઓમાં કંપનીએ સ્વિસ રોલ, લેયર કેક, ક્રીમ વેફર્સ, ક્રોંસા અને ટેટ્રા પેકમાં મિલ્ક શેક લોન્ચ કર્યા છે.

બિસ્કિટ કેટેગરીમાં જ્યાં બ્રિટાનિયા, પારલે અને આઈટીસી જેવી મોટી કંપનીઓનો દબદબો છે તો સ્નૈક્સ માર્કેટમાં રીજનલ અને રાજ્ય સતરની કંપનીઓ ખૂબ મજબૂત છે. તેમની પાસે સસ્તી પ્રોડક્ટ્સ છે, જેનાથી તેમણે મોટી કંપનીઓના બજારમાં દબદબો જમાવ્યો છે. મોટી કંપનીઓના એકસમાન ભાવ વાળા પ્રોડક્સની તુલનામાં રીજનલ સ્નૈક્સ બ્રાંડનું વેચાણ વોલ્યૂમની દ્રષ્ટીએ 30 ટકા વધારે છે. ખાસકરીને 5 અને 10 રુપિયાના પેકમાં તેમનું વેચાણ વધારે છે.

10 હજાર કરોડની વાડિયા ગ્રુપની કંપની બ્રિટાનિયાએ પહેલા જ સ્નૈક્સ કેટેગરીમાં એન્ટ્રી કરી હતી પરંતુ ત્યારે તે થોડા સમય બાદ તેમાંથી નીકળી ગઈ હતી. બેરીએ કહ્યું કે આ વખતે અમે બિલકુલ અલગ પ્રકારની પ્રોડક્ટ્સ લઈને બજારમાં આવી રહ્યા છીએ.

છેલ્લા કેટલાક વર્ષમાં આ માર્કેટમાં ટ્રેડિશનલ સ્નૈક્સની બોલબાલા વધી છે. મલ્ટીનેશનલ અને ભારતીય કંપનીઓએ આ વચ્ચે નમકીન પ્રોડક્ટ્સ પર ફોકસ કર્યું છે. એક વર્ષ પહેલા પેપ્સિકોને પાછળ છોડીને હલ્દીરામ આ માર્કેટમાં સૌથી મોટી કંપની બની ગઈ હતી. બ્રિટાનિયાનો મુકાબલો સ્નૈક્સ સેગ્મેન્ટમાં પહેલા પેપ્સિકો અને આઈટીસી સાથે થશે જે પોટેટો બેઝ્ડ સ્નેક્સનું વધારે વેચાણ કરે છે. આ સેગ્મેન્ટમાં પેપ્સિકો પાસે કુરકુરે જેવી બ્રાંડ છે તો આઈટીસી પાસે બિંગોઝ ટેઢે-મેઢે જેવી બ્રાંડ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]