બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ માટે ભારત પર દબાણ નહીં કરે ચીન

બેજિંગઃ ચીનના વિદેશ પ્રધાન કોન્ગ શોયન્યૂએ જણાવ્યું કે એનાથી કોઈ ફરક નથી પડતો કે ભારત અમારા બેલ્ડ એન્ડ રોજ પ્રોજેક્ટને સ્વીકાર કરે છે કે નહીં. તેમણે જણાવ્યું કે ચીન ભારત પર બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ સ્વીકાર કરવા માટે કોઈપણ પ્રકારે દબાણ નહીં કરે.

વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાતનો ઉલ્લેખ કરતા ચીનના વિદેશ પ્રધાન કોન્ગે જણાવ્યું કે બંન્ને લીડર્સનું માનવું છે કે ભારત અને ચીન પાડોશી દોસ્ત અને સારા ભાગીદારો છે. તેમણે જણાવ્યું કે બંન્ને પક્ષ તમામ મામલે સહયોગ વધારવા, અસહમતીનું નિરાકરણ લાવવા અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા પર કામ કરશે.

ભારત અને ચીનના અધિકારીઓ વચ્ચે થયેલા અનઔપચારિક સંમ્મેલન બાદ કોન્ગે પત્રકારો સાથે વાત કરતા બેલ્ટ એન્ડ રોજ પ્રોજેક્ટ પર વાત કરી હતી. તેમણે એક પ્રશ્નના જવાબમાં એ પણ જણાવ્યું કે ચીનનું માનવું છે કે ભારતે તિબેટને લઈને પણ પોતાનો અધિકારિક પક્ષ નથી બદલ્યો. ચીન તિબેટને પોતાનો ભાગ માને છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]