લંડનની કોર્ટે વિજય માલ્યા વિરુદ્ધના દસ્તાવેજી પુરાવાઓ માન્ય રાખ્યાં

લંડનઃ બ્રિટનની કોર્ટે ભારતમાંથી ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગેના કેસની સુનાવણીમાં ભારતીય અધિકારીઓએ સોંપેલા તમામ દસ્તાવેજી પુરાવાઓનો સ્વીકાર કર્યો છે.  લંડનની મેજિસ્ટ્રેટ કોર્ટમાં લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાપર્ણ કેસની સુનાવણી થઈ હતી. કોર્ટે સુનાવણી કરતા ભારતીય અધિકારીઓએ આપેલા દસ્તાવેજી પુરાવાઓનો સ્વીકાર કર્યો હતો.

ઈંગ્લેન્ડમાં વેસ્ટ મિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ભારતના અનુરોધ ઉપર ચાલી રહેલો કેસ અંતિમ ચરણમાં છે. આ કેસ 17 ફેબ્રુઆરી, 2017ના વર્ષમાં કોર્ટમાં દાખલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતના ઉદ્યોગપતિ વિજ્ય માલ્યા બેંકોના નવ હજાર કરોડ રૂપિયા લઈને ફરાર છે. વિજય માલ્યા માર્ચ 2016થી ભારત છોડીને વિદેશ ભાગી ગયા હતા. ત્યારે આ મામલે આગામી સમયમાં ઈન્ગલેન્ડની કોર્ટ શું ચુકાદો આપે છે તેના પર સહુ કોઈની નજર રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]