રેડ સીમાં હુતીના હુમલાથી બાસમતી ચોખાના નિકાસકારો ચિંતિત

નવી દિલ્હીઃ લાલ સાગરમાં (રેડ સી)માં બે માલવાહક જહાજો પર ડ્રોન હુમલા પછી ભારતીય બાસમતી ચોખાના જહાજોને લઈને મધ્ય-પૂર્વમાં સંઘર્ષને લઈને શિપર્સ (નિકાસકારો) ચિંતિત છે. એનાથી તેમને માર્ગ બદલવા અને પડતર ખર્ચ વધારવા માટે મજબૂત થવું પડે એવી શક્યતા છે. લાલ સાગર માર્ગ ભારત અને આફ્રિકા, મધ્ય-પૂર્વ અને યુરોપિયન યુનિયન માટે સમુદ્રી વેપાર મહત્ત્વનો છે.

આ સિવાય મધ્ય-પૂર્વથી બાસમતી ચોખાની વધેલી માગને કારણે નિકાસમાં ખર્ચ વધવાની દહેશતે મધ્ય-પૂર્વએ ખેડૂતોએ કિંમત વધારી દીધી છે. ભારતે ઘરેલુ કિંમતો ઓછી કરવા માટે ચોખા અને અન્ય જાતોના શિપમેન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એટલે બાસમતી નિકાસ વધવાથી કૃષિ વેપાર અંતર ઓછું કરવામાં મદદ મળી શકે છે.

નિકાસકારો અનુસાર નિકાસ ખર્ચમાં 25 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે, જેથી એના વીમા પ્રીમિયમમાં પણ વધારો થવાની શક્યતા છે. જો લાંબા સમય સુધી લાલ સમુદ્રમાં જહાજોના આવાગમનમાં અડચણો આવશે તો ભારતીય ઉત્પાદકોના નિકાસ વેપાર પર પ્રતિકૂળ અસર પડશે.  એ જ રીતે ઇરાન દ્વારા સમર્થિત વિદ્રોહીઓના સતત હુમલાને કારણે ભારતમાં માલસામાન અને કાચા માલની આયાત પર પણ પ્રતિકૂળ અસર પડવાની વકી છે, જેનાથી મોટી-મોટી કંપનીઓની મુશ્કેલીઓમાં વધારો થશે, જે સતત દેશમાં મૂડીરોકાણ વધારી રહી છે.

સંદિગ્ધ હુતી વિદ્રોહી દ્વારા લાલ સાગરમાં ભારતીય ચાલક દળની સાથે બે માલવાહક જહાજો પર ડ્રોનથી હુમલા કર્યા બાદ મધ્ય-પૂર્વ સંઘર્ષે ભારતની ટોચની કૃષિ નિકાસ ચીજવસ્તુઓ, બાસમતી ચોખાના શિપિંગકર્તા માટે ચિંતા વધારી છે.