મુંબઈઃ શનિવારે મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીના ભાવ વધ્યા હતા. ટોચની વધેલી કરન્સીમાં ઈથેરિયમ સામેલ હતી. ઈથેરિયમ ચોવીસ કલાકના ગાળામાં પાંચ ટકા વધીને 3,000 ડોલરની નજીક પહોંચ્યો છે. બિટકોઇન પણ સતત વધતો રહીને 42,000 ડોલરની નજીક પહોંચી ગયો છે.
ઈથેરિયમનુ કિલ્ન ટેસ્ટનેટ પર મર્જર થવાને પગલે તેના ભાવમાં ઉછાળો આવ્યો હતો. બીજી બાજુ, એક્સચેન્જો પર લિસ્ટેડ પર્પેચ્યુઅલ ફ્યુચર્સમાં લોંગ બીટીસી પોઝિશન રાખી મૂકવાના ખર્ચ એટલે કે એવરેજ ફન્ડિંગ રેટમાં ઉછાળો આવતાં ક્રિપ્ટોકરન્સીમાં તેજીનું માનસ છવાયું છે.
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કેપિટલાઇઝેશન ચોવીસ કલાકમાં ત્રણેક ટકા વધીને 1.88 ટ્રિલિયન ડોલર થયું છે.
ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.49 ટકા (2,043 પોઇન્ટ) વધીને 60,513 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 58,470 ખૂલીને 61,046 સુધીની ઊંચી અને 57,910 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ |
|||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
58,470 પોઇન્ટ | 61,046 પોઇન્ટ | 57,910 પોઇન્ટ | 60,513 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 19-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |