પહોળા-કદના વિમાનની ખરીદી-માટે ટાટા-ગ્રુપ સાથે એરબસની વાટાઘાટ

નવી દિલ્હીઃ યૂરોપીયન વિમાન ઉત્પાદક કંપની એરબસ તેના પહોળા કદવાળા A350XWB વિમાનોની ખરીદી કરવાના સોદા માટે ટાટા ગ્રુપ તથા ભારતની અન્ય એરલાઈન્સ સાથે વાટાઘાટ કરી રહી છે. ટાટા ગ્રુપ હાલ ચાર ભારતીય એરલાઈન ચલાવે છે – એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, વિસ્તારા અને એરએશિયા ઈન્ડિયા.

પહોળા કદના A350XWB વિમાનોમાં ઈંધણની ટાંકી વધારે મોટા કદની હોય છે, જેથી વિમાન વધારે દૂરના અંતર સુધી ફ્લાઈ કરી શકે છે. A350XWB વિમાન સિંગલ-સફરમાં આશરે 8,000 અવકાશી માઈલ સુધી પ્રવાસ કરી શકે છે અને તે માટે એ આશરે 18 કલાકનો સમય લે છે.

ભારત સરકારે તેને હસ્તક એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસને ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ટાટા ગ્રુપને વેચી દીધી હતી. ટાટા ગ્રુપ ડિફેન્સ બિઝનેસમાં પણ એરબસ કંપનીની ભાગીદાર છે.