બલ્ક ડીઝલ બાયર્સ માટે ડીઝલ લિટરદીઠ રૂ. 25 મોંઘું

નવી દિલ્હીઃ ભારતીય જથ્થાબંધ ડીઝલ ખરીદદારોને નુકસાન વેઠવું પડી રહ્યું છે, કેમ કે તેઓ રિટેલ પમ્પો જે કિંમતે ડીઝલ વેચી રહ્યા છે, એનાથી તેમની પડતર કિંમત ઊંચી છે. તેમની જથ્થાબંધની કિંમતોની તુલનાએ રિટેલમાં પ્રતિ લિટર રૂ. 25 (0.33 ડોલર) સસ્તું છે, એમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના REL.NS અને એનર્જી અગ્રણી BP BP.Lના સંયુક્ત સાહસના પ્રવક્તાએ કહ્યું હતું.

વૈશ્વિક ઓઇલની કિંમતોમાં વધારા છતાં ચોથી નવેમ્બરથી સરકારી ફ્યુઅલ રિટેઇલર્સ –કે જે સ્થાનિક ફ્યુઅલ કિંમતોમાં વધારો નથી કર્યો, પણ ઓદ્યૌગિક અથવા બલ્ક ખરીદદારો માટે કિંમતોમાં વધારો જારી રાખ્યો હતો.

ડીઝલના રિટેલ અને ઇન્ડસ્ટ્રિયલની કિંમતોની વચ્ચે લિટરદીઠ રૂ. 25ના તફાવતને કારણે ફ્યુઅલ સ્ટેશનો પર ડીઝલની માગમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેથી જથ્થાબંધ ડીઝલ વપરાશકારોએ રિટેલ સ્ટેશનોએથી તેમની જરૂરિયાત સંતોષવી પડી હતી, એમ રિલાયન્સ BP મોબિલિટી લિ.ના પ્રવક્તાએ કહ્યું હતું.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને એ પછી તેના પરિણામો ને લીધે ડીઝલની કિંમતમાં ભાવવધારો થતો અટકાવવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં 10 માર્ચે ચૂંટણી પરિણામો આવ્યાં હતાં.

રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલમાં મોટો ભાવવધારો થવાની દહેશતે ડીઝલના ડીલરોએ મોટા પ્રમાણમાં ક્રૂડનો ઊંચી કિંમતે સંગ્રહ કર્યો હતો, પણ તેમની ધારણાથી વિપરીત ક્રૂડની કિંમતોમાં થયેલો ભાવવધા આંશિક નીવડ્યો હતો, પણ હવે રિટેલમાં ડીઝલ પ્રતિ લિટર સસ્તું મળવાથી તેમને ભારે નુકસાન ભોગવવું પડશે, એમ પ્રવકતાએ કહ્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]