અદાણી પોર્ટ્સનું 2025 સુધી 40% બજારહિસ્સો હાંસલ કરવાનું લક્ષ્ય

મુંબઈઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)એ કાર્ગોની કામગીરીનો વિસ્તાર કરવા અને વર્ષ 2025 સુધી બજારહિસ્સો વધારીને 40 ટકા કરવા માટે યોજના બનાવી છે. કંપનીએ વર્ષ 2020-21માં 24.7 કરોડ ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું. કંપની ઇન્ડિયા એક્સિમ કાર્ગોમાં 25 ટકા બજારહિસ્સો ધરાવે છે. અમે દેશમાં 90 ટકાથી વધુ હિસ્સાને આવરી લેવા માટેનો ઇરાદો ધરાવીએ છે, જેથી અમારો હાલનો બજાર હિસ્સો 25 ટકાથી વધીને 2025 સુધી 40 ટકા કરવાનું લક્ષ્ય છે, એમ અદાણી પોર્ટ્સના CEO અદાણીએ કંપનીના વાર્ષિક રિપોર્ટમાં શેરહોલ્ડરોને સંદેશ આપ્યો હતો.

કંપનીએ વર્ષ 2025 સુધી પોર્ટ કાર્ગોનું લક્ષ્ય 25 ટકા વધારીને 50 કરોડ ટન કરી દીધું છે. APSEZમાં અમે 2025 સુધી પોર્ટ કાર્ગોનું લક્ષ્ય 25 ટકા  (100 MMT) વધારીને 500 MMT કરી દીધું છે. કંપનીનું લક્ષ્ય 2025 સુધી પહેલી વૈશ્વિક કાર્બન-ન્યુટ્રલ પોર્ટ કંપનીના રૂપમાં ઊભરવાનું છે. આ સિવાય કંપનીએ વર્ષ 2030 સુધી વિશ્વના સૌથી મોટા પોર્ટ બનવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું હતું કે કંપની પરિપક્વ પોર્ટસ અને નવા હસ્તાંતરિત પોર્ટસમાં કામકાજ વધારીને વિકાસ કરવા માગે છે. કંપનીનું લક્ષ્ય પહેલા વૈશ્વિક કાર્બન-ન્યુટ્રલ તરીકે વિકસવાનું છે.
કંપનીએ વર્ષ 2015માં ધર્મા અને કટ્ટુપલ્લી પોર્ટ્સનું હસ્તાંતરણ કર્યું હતું, જેમાં મૂડીરોકાણ પર સકારાત્મક વળતર મળી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.