BSE-SME-પ્લેટફોર્મ પર 339મી-કંપની આદેશ્વર મેડીટેક્સ લિસ્ટ થઈ

મુંબઈઃ BSE SME પ્લેટફોર્મ પર 339મી કંપની આદેશ્વર મેડીટેક્સ લિમિટેડ લિસ્ટ થઈ હતી. આદેશ્વર મેડીટેક્સે રૂ.10ની મૂળ કિંમતના 39 લાખ ઈક્વિટી શેર્સ રૂ.25ની કિંમતે ઓફર કરી સફળતાપૂર્વક રૂ.9.75 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 18 જૂન, 2021ના રોજ સંપન્ન થયો હતો.

આદેશ્વર મેડીટેક્સની રજિસ્ટર્ડ ઓફિસ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે છે. કંપની સર્જિકલ ડ્રેસિંગ્સ, ઘાની સારવાર માટેનાં પ્રોડક્ટ્સ જેવાં કે મેડિકલ ડિસ્પોઝેબલ્સ, અધેસિવ બેન્ડેજીસ, એબસોર્બન્ટ ગેજ, પ્લાસ્ટર, જિસ્ઈન્ફેક્ટન્ટ્સ, મેડિકલ કિટ્સ ઈત્યાદિનું ઉત્પાદન કરે છે.

અત્યાર સુધીમાં 104 કંપનીઓ BSE SME બોર્ડમાંથી મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. BSE SME પર લિસ્ટેડ 338 કંપનીઓએ અત્યાર સુધીમાં બજારમાંથી રૂ.3,502.13 કરોડ એકત્ર કર્યા છે અને 25 જૂન, 2021ના રોજ આ કંપનીઓનું કુલ માર્કેટકેપિટલાઈઝેશન રૂ.27,849.13 કરોડ થયું હતું. BSEઆ સેગમેન્ટમાં 61 ટકા બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.