આઇસી15 ઇન્ડેક્સમાં 135 પોઈન્ટની સાધારણ વૃદ્ધિ

મુંબઈઃ યુનાઇટેડ કિંગડમના નવા નાણાપ્રધાન જેરેમી હંટે અગાઉ જાહેર કરવામાં આવેલાં કરવેરાસંબંધી અને ખર્ચસંબંધી લગભગ તમામ પગલાં રદ કરી દેતાં અર્થતંત્રને લગતી ચિંતાઓ દૂર થઈ ગઈ છે. આ સંજોગોમાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સાધારણ ફેરફાર થયો હતો. દિવસની રેન્જ આશરે 1.5 ટકાની રહી હતી.

આઇસી15 ઇન્ડેક્સના 15 ઘટકોમાંથી પોલીગોનમાં 5.3 ટકાની વૃદ્ધિ થઈ છે, જ્યારે અન્ય નવ કોઈનમાં પણ થોડો વધારો થયો છે. ચેઇનલિંકમાં તથા અન્ય છ કરન્સીમાં સાધારણ ઘટાડો થયો હતો.

દરમિયાન, ભારત ક્રીપ્ટોકરન્સીના નિયમ માટે વૈશ્વિક ધોરણો ધરાવતું માળખું વિકસાવી રહ્યું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.5 ટકા (135 પોઇન્ટ) વધીને 28,044 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,908 ખૂલીને 28,297ની ઉપલી અને 27,781 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
27,908 પોઇન્ટ 28,297 પોઇન્ટ 27,781 પોઇન્ટ 28,044 પોઇન્ટ

ડેટાનો સમયઃ 18-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)