મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઉપલા મથાળેથી થોડો ઘટાડો થયો હતો, પરંતુ એકંદરે આઇસી 15 ઇન્ડેક્સમાં 2,509 પોઇન્ટનો જોરદાર ઉછાળો આવ્યો હતો. પ્રોફિટ બુકિંગને લીધે ભાવ થોડો ઘટ્યો હતો. બિટકોઇન ઇન્ટ્રા ડે ધોરણે જોવા મળેલી 23,358 ડોલરની સપાટીએથી નીચે આવીને 22,950 ડોલર ચાલી રહ્યો હતો.
અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સમાં વૃદ્ધિ થઈ તેની અસર ક્રીપ્ટો માર્કેટ પર પણ પડી છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજદરમાં હવે સપ્ટેમ્બરમાં વધારે મોટા વધારા કરવામાં નહીં આવે એવો અણસાર આપ્યો હોવાથી નાણાકીય અને ડિજિટલ એસેટ્સના બજારમાં સાનુકૂળ અસર થઈ છે. જોકે, તેણે 0.75 ટકાનો અપેક્ષિત વધારો તો કરી જ દીધો છે.
દરમિયાન, અમેરિકામાં હવે કુલ રાષ્ટ્રીય પેદાશના આંકડાઓ પર સૌની નજર છે. સતત બે ક્વોર્ટરમાં નકારાત્મક વૃદ્ધિ થવાથી જરાક માટે બચી ગયેલા અમેરિકામાં મંદી આવી નથી એવું કહી શકાય છે.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 8.39 ટકા (2,509 પોઇન્ટ) ઉછળીને 32,422 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 29,913 ખૂલીને 33,192 સુધીની ઉપલી અને 29,633 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
29,913 પોઇન્ટ | 33,192 પોઇન્ટ | 29,633 પોઇન્ટ | 32,422 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 28-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |