આઇસી15 ઇન્ડેક્સમાં પાંચ ટકાનો ઉછાળો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે શરૂ થયેલો વૃદ્ધિનો દોર શુક્રવારે જારી રહ્યો હતો. અમેરિકન અર્થતંત્રમાં નબળાઈ આવી રહી હોવાથી હવે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં મોટો વધારો નહીં કરે એવી ધારણાને લીધે રોકાણકારોની ચિંતા ઘટી ગઈ છે. બિટકોઇન 24,294 ડોલરની છ સપ્તાહની ઉંચાઈએ પહોંચ્યો હતો.

અમેરિકન સ્ટોક માર્કેટમાં થયેલા સુધારાની અસર ક્રીપ્ટો માર્કેટ પર પડી છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે બુધવારે સંકેત આપ્યો હતો કે ઉંચા વ્યાજદરની અસર અર્થતંત્ર પર કેવી પડે છે તેના આધારે વ્યાજદરમાં વૃદ્ધિની બાબતે નિર્ણય લેવામાં આવશે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.33 ટકા (1,729 પોઇન્ટ) ઉછળીને 34,150 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,422 ખૂલીને 34,684 સુધીની ઉપલી અને 31,870 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
32,422 પોઇન્ટ 34,684 પોઇન્ટ 31,870 પોઇન્ટ 34,150 પોઇન્ટ

ડેટાનો સમયઃ 29-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)