કોમનવેલ્થ ગેમ્સ-2022: મહિલા TT ટીમનો વિજયી પ્રારંભ

બર્મિંઘમઃ અહીં રમાતી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની મહિલાઓની ટેબલ ટેનિસ ટીમે તેણે ચાર વર્ષ પહેલાં જીતેલા ગોલ્ડ મેડલને જાળવી રાખવાના જંગનો વિજય સાથે આરંભ કર્યો છે. ગ્રુપ-2માં પ્રાથમિક રાઉન્ડની મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 3-0થી પરાજય આપ્યો હતો.

મનિકા બત્રાએ તેની સિંગલ્સ મેચમાં મુસ્ફિકુ કલામ સામે 11-5, 11-3, 11-2થી જીત મેળવી હતી.રીથ ટેનિસન અને શ્રીજા અકુલાની જોડીએ ડબલ્સમાં લઈતા એડવર્ડ્સ અને દાનિશા પટેલની જોડીને 11-7, 11-7, 11-5થી પરાજય આપ્યો હતો. બીજી સિંગલ્સ મેચમાં શ્રીજાએ દાનિશા પટેલને 11-5, 11-3, 11-6થી હરાવી હતી. ભારતના ગ્રુપમાં ગયાના અને ફિજી ટીમો પણ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]