આઇસી15 ઇન્ડેક્સમાં 111 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ ગુરુવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ આઇસી15 પાછલા ચોવીસ કલાકના ગાળામાં સાંકડી રેન્જમાં રહ્યો હતો. બિટકોઇન અને ઈથેરિયમ 0.5-0.5 ટકા ઘટ્યા હતા, જ્યારે પોલીગોન, સોલાના, ચેઇનલિંક અને અવાલાંશ 2-3 ટકાની વચ્ચે ઘટ્યા હતા. ડોઝકોઇન અને એક્સઆરપી આશરે 1-1 ટકો વધ્યા હતા.

નોંધનીય છે કે હોંગકોંગ મોનેટરી ઓથોરિટી પોતાની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનો પ્રયોગ શરૂ કરવાની તૈયારીમાં છે. દક્ષિણ આફ્રિકાની નાણાકીય ક્ષેત્રની નિયમનકાર સંસ્થાએ ક્રીપ્ટોકરન્સીને ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ગણાવી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.4 ટકા (111 પોઇન્ટ) ઘટીને 27,500 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,611 ખૂલીને 27,717ની ઉપલી અને 27,065 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
27,611 પોઇન્ટ 27,717 પોઇન્ટ 27,065 પોઇન્ટ 27,500 પોઇન્ટ

ડેટાનો સમયઃ 20-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)