IC15 ઇન્ડેક્સમાં 2006 પોઇન્ટનો ઉછાળો

મુંબઈઃ અમેરિકામાં સ્ટોક્સના ભાવ વધવાને પગલે ક્રિપ્ટોકરન્સીના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. અનેક અમેરિકન કંપનીઓએ ધારણા કરતાં સારાં પરિણામો જાહેર કર્યાં છે અને બેરોજગારીનાં ભથ્થાં માટેના ક્લેમ પણ ઓછા આવ્યા છે, પરિણામે રોકાણકારોનું માનસ સુધર્યું છે.  શુક્રવારે વોલ સ્ટ્રીટ પર સુધારો થયો હતો અને નવા વર્ષની અત્યાર સુધીની સૌથી વધારે વૃદ્ધિ જોવા મળી હતી. તમામ મુખ્ય ઇન્ડેક્સ ઉપર ગયા હતા અને રોકાણકારો ફરીથી જોખમ લેવા તૈયાર થયાનું સ્પષ્ટ થયું હતું.

માર્કેટ કેપની દ્રષ્ટિએ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી– બિટકોઇનમાં નવાં ઊભાં ઓળિયાં ઉમેરાયાં હોવાથી તેના ભાવમાં વધારો થયો હતો. આ લખાઈ રહ્યું છે તેની પહેલાંના ચોવીસ કલાકમાં બિટકોઇનમાં રોકાણકારોએ 530 મિલિયનન ડોલરનાં નવાં ઊભાં ઓળિયાં કર્યાં હતાં. આ જ રીતે એથેરિયમમાં 440 મિલિયન ડૉલરનાં ઊભાં ઓળિયાં ઉમેરાયાં હતાં.

ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રિપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી15 3.83 ટકા (2006 પોઇન્ટ) વધીને 54,444 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 52,438 ખૂલ્યા બાદ ઉપરમાં 54,722 અને નીચામાં 51,742 પોઇન્ટ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
52,438 પોઇન્ટ 54,722 પોઇન્ટ 51,742 પોઇન્ટ 54,444 પોઇન્ટ
ડેટાનો સમયઃ 29-1-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)