આઇસી15 ઇન્ડેક્સમાં 156 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટ હાલ દિશાવિહીન સ્થિતિમાં છે. સોમવારે બિટકોઇન 19,300 ડોલરની સપાટીની આસપાસ હતો. બજારના સહભાગીઓ હાલ ઓલ્ટરનેટિવ કોઇન્સ તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. ડોલર ઇન્ડેક્સ વધી રહ્યો છે, જ્યારે જોખમી એસેટ્સમાં નરમાશ છે. ડિસેન્ટ્રલાઇઝ્ડ વેબનું પ્રતિનિધિત્વ કરનારો કોઇન – ટ્રોન 3.3 ટકા વધી ગયો છે, જ્યારે યુનિસ્વૉપ 2.2 ટકા નીચે ચાલી રહ્યો છે.

નોંધનીય છે કે ભારત ટૂંક સમયમાં ડિજિટલ કરન્સી લાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ફુગાવો ઘટાડવા પર ભાર મૂક્યો છે.

દરમિયાન, તુર્કીને વૈશ્વિક સ્તરનું ક્રીપ્ટોકરન્સીનું કેન્દ્ર બનાવવા માટે કાર્ય ચાલી રહ્યું છે. તેણે ઈથેરિયમને કેન્દ્રમાં રાખ્યો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.55 ટકા (156 પોઇન્ટ) ઘટીને 28,022 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,178 ખૂલીને 28,467ની ઉપલી અને 27,754 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
28,178 પોઇન્ટ 28,467 પોઇન્ટ 27,754 પોઇન્ટ 28,022 પોઇન્ટ

ડેટાનો સમયઃ 10-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)