ફિલ્મ હરિ હરા વીરા મલ્લુમાં ઔરંગઝેબના પાત્રમાં બોબી દેઓલનો ખૂખાંર અવતાર

ફિલ્મ એનિમલમાં બૉબિ દેઓલના અલગ અવતારે એવી છાપ છોડી કે તેમના અભિનયનો ડંકો સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ વાગ્યો. સુર્યાની કંગુઆ ફિલ્મમાં પણ બૉબીનો જબરદસ્ત અંદાજ જોવા મળ્યો હતો. હવે તે ફરી એકવાર સાઉથી ફિલ્મમાં નવા રૂપમાં જોવા મળશે.

બૉલિવૂડ અભિનેતા બૉબી દેઓલ પવન કલ્યાણની આગામી ઐતિહાસિક મહાગાથા ‘હરિ હરા વીરા મલ્લુ’માં જોવા મળશે. નિર્દેશક જ્યોતિ કૃષ્ણાની આ ફિલ્મમાં બૉબી મુગલ સમાર્ટ ઔરંગઝેબની ભૂમિકા નિભાવશે. બહુચર્ચિત એક્શન ડ્રામા પિલ્મ 24 જૂલાઈના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.

મેગા સૂર્યા પ્રોડક્શન્સના બેનર હેઠળ પીઢ ફિલ્મ નિર્માતાઓ એ.એમ. રત્નમ અને એ. દયાકર રાવ દ્વારા નિર્મિત હરિ હરા વીરા મલ્લુ ફિલ્મને મોટા પાયે બનાવવામાં આવી છે. ફિલ્મમાં ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એમ.એમ. કીરવાની દ્વારા સંગીત આપવામાં આવ્યું છે અને સુપ્રસિદ્ધ નીતા લુલ્લા દ્વારા ડિઝાઇન કરાયેલ કોસ્ચ્યુમ છે.

ફિલ્મના નિર્દેશક જિયોતિ કૃષ્ણાએ કહ્યું કે, “એનિમલમાં બોબી દેઓલનો અભિનય મંત્રમુગ્ધ કરનારો હતો. તેમણે સંવાદ વિના અભિવ્યક્તિઓ દ્વારા જે રીતે ઘણું બધું વ્યક્ત કર્યું તે નોંધપાત્ર હતું. તેનાથી અમારી ફિલ્મમાં ઔરંગઝેબના પાત્ર માટે નવી સર્જનાત્મક શક્યતાઓ ખુલી ગઈ.જોકે બોબી પહેલાથી જ ઘણા દ્રશ્યો શૂટ કરી ચૂક્યો હતો.જ્યોતિ કૃષ્ણાએ સ્ક્રિપ્ટ પર વાત કરતા કહ્યું કે બોબીની વિકસિત કલાત્મકતાને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે પાત્રના વ્યક્તિત્વ, પૃષ્ઠભૂમિ અને ભાવનાત્મક ચાપ પર ફરીથી કામ કરવામાં આવ્યું હતું ઔરંગઝેબના પાત્રમાં બોબી દેઓલનું એક નવું જ રૂપ દર્શકોને જોવા મળશે.