હરિયાણામાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા

નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના પાછળ જમીનનો વિવાદ કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને FSL ટીમે પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસે મૃતદેહને કબજે લઈને ખાનપુર મેડિકલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. જવાહરા ભાજપના મુડલાના મંડળપ્રમુખ હતા.

જો કે, સોનીપતમાં શુક્રવારે (14 માર્ચ) હોળીના દિવસે ભાજપ નેતા મુંડલાના મંડળપ્રમુખ સુરેન્દ્ર જવાહરાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મોડી રાતે ગામમાં પડોશીએ તેમને ગોળી મારી હતી. જમીન વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. શુક્રવારે (14 માર્ચ) સુરેન્દ્ર જવાહરાએ તેમના પરિવાર અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે હોળી રમી હતી. જ્યારે તેઓ રાત્રે લગભગ નવ વાગ્યે ઘરે પહોંચ્યા, ત્યારે પડોશીએ પિસ્તોલથી તેમના પર ફાયરિંગ કર્યું હતું. પોતાનો જીવ બચાવવા તેઓ એક દુકાનમાં ઘૂસ્યા હતા, પરંતુ ત્રણ રાઉન્ડ ફાયરિંગને કારણે તેમનું મોત થયું હતું. તેમનો મૃતદેહ ગામ ખાનપુર કલાં સ્થિત ભગત ફૂલ સિંહ રાજકીય મહિલા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ મન્નુની ફોઇની જમીન સુરેન્દ્રએ ખરીદી હતી, જેના કારણે મન્નુ નારાજ હતો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. સુરેન્દ્ર અગાઉ ઈનેલો પાર્ટીમાં હતા અને પછી ભાજપમાં સામેલ થયા હતા.

ભાજપ નેતાની હત્યા બાદ આ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પોલીસે અનેક ટીમોની રચના કરી છે અને આરોપી શોધવા માટે કામગીરી શરૂ કરી છે. આ ઘટનાથી સંકળાયેલા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોર દુકાનમાં ઘૂસતા અને ગોળીઓ ચલાવતા દેખાઈ રહ્યા છે. હત્યાને અંજામ આપ્યા પછી આરોપી ફરાર થઈ ગયા હતા.