મોતિહારીઃ બિહારના મોતિહારીમાં જાહેર સભાને સંબોધિત કરતાં વડા પ્રધાને RJD અને કોંગ્રેસ પર ભારે પ્રહાર કર્યો હતો. મોદીએ બંને પક્ષો પર બિહારના વિકાસ કાર્યો અટકાવવાનો આરોપ મૂક્યો હતો અને મતદાતાઓને “કોંગ્રેસ અને RJDના નાપાક ઈરાદાઓથી બચવા”ની અપીલ કરી હતી. બિહારમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મોતિહારીથી જ વડા પ્રધાને નવી અમૃત ભારત ટ્રેનોને હરી ઝંડી આપી રવાના કરી હતી.
આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં PM મોદીએ મોતિહારીમાં નવું સૂત્ર આપ્યું: “બનાવીશું નવું બિહાર, ફરી એક વાર NDA સરકાર.” આ સૂત્ર સાંભળીને ત્યાં હાજર જનમેદનીમાં જોશ છવાયો હતો અને કાર્યકરોમાં ઉત્સાહિ થયા હતા. વડા પ્રધાને કહ્યું કે તેમણે બિહારની ધરતી પરથી ઓપોરેશન સિંદૂરનો સંકલ્પ લીધો હતો અને તેની સફળતા દુનિયાએ જોઈ છે. તેમણે જણાવ્યું હતું કે RJDએ યુવાનોને રોજગાર આપવાનું વિચાર પણ નથી કરી શકતી, કારણ કે તેમણે પહેલાં ગરીબોની જમીન કબજે કરી હતી.
आज बिहार के मोतिहारी से हजारों करोड़ रुपये की विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास कर अत्यंत प्रसन्न हूं। राज्य के चहुंमुखी विकास के लिए एनडीए सरकार प्रतिबद्ध है। https://t.co/qMOMBKqdno
— Narendra Modi (@narendramodi) July 18, 2025
રાજ્યમાં RJD-કોંગ્રેસના શાસનમાં વિકાસ દૂર-દૂર સુધી નહોતો પહોંચ્યો. આ લોકો ક્યારેય ગરીબો માટે નહીં વિચાર્યું. ફક્ત ગરીબો અને સામાજિક રીતે પછાત વર્ગના નામે રાજકારણ કર્યું.
યુવાનો માટે વધુ તકો આપવાનું વચન આપતાં વડા પ્રધાને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશભરમાં નોકરીઓ અને રોજગાર તકો વધારવા માટે એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેમણે જણાવ્યું હતું કે દેશના કુલ 1.5 કરોડ ‘લખપતિ દીદીઓ’ પૈકી 20 લાખ બિહારની છે. આ પહેલાં વડા પ્રધાને પૂર્વી ચંપારણ જિલ્લામાં રૂ. 7200 કરોડથી વધુની વિકાસ યોજનાઓની શરૂઆત કરી હતી. આ યોજનાઓ રેલવે, મચ્છીપાલન અને અન્ય ક્ષેત્રોને આવરી લે છે.





