મહારાષ્ટ્ર:ચૂંટણી પહેલા અજિત પવારને ફટકો, આ નેતાએ છોડ્યો સાથ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને કારણે અજિત પવાર જૂથને મોટો ફટકો પડ્યો છે. મુસ્લિન સમાજના NCP (અજિત જૂથ)ના મોટા નેતા બાબાજાની દુર્રાની શરદ પવાર જૂથની NCPમાં જોડાયા છે. દુર્રાની શુક્રવારે સંભાજીનગરની મુલાકાત દરમિયાન શરદ પવારને મળ્યા હતા. આજે તેઓ શરદ પવારની હાજરીમાં NCP (શરદ જૂથ)માં જોડાયા છે.

આ આરોપ અજિત પવાર પર લગાવવામાં આવ્યો

બાબાજાની દુર્રાનીએ કહ્યું કે અજીત જૂથ વિરોધી વિચારધારા સાથે ઊભું છે. દુર્રાનીએ NCP છોડવાનું કારણ ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેની શિવસેના સાથેના વૈચારિક મતભેદો હોવાનું ટાંક્યુ હતું. બાબાજાની દુર્રાનીએ કહ્યું કે વૈચારિક રીતે એનસીપી ભાજપ અને શિવસેના સાથે સુમેળમાં નથી, જેથી મુશ્કેલી ઊભી થાય છે.

ટિકિટ મળવાની શક્યતા

અગાઉ શુક્રવારે, દુર્રાનીના પુત્ર જુનૈદે પરભણીમાં NCP (શરદ જૂથ)ના પ્રમુખ જયંત પાટીલ સાથેની બેઠકમાં હાજરી આપી હતી, જેમાં તેણે પાથરીથી તેના પિતા માટે ચૂંટણી ટિકિટની માંગણી કરી હતી. પાટીલે તેમને MVA ભાગીદારો સાથે આ બાબતે ચર્ચા કરવાની ખાતરી આપી. જુનૈદે શરદ પવારના વખાણ કર્યા અને અલગ હોવા છતાં તેમની સતત વફાદારી પર ભાર મૂક્યો.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીએ NDA પર વધુ સીટો જીતી હતી. શરદ પવારના જૂથની NCP કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના જૂથની શિવસેના સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. જ્યારે અજિત પવાર જૂથની NCP ભાજપ અને એકનાથ શિંદે જૂથની શિવસેના સાથે ચૂંટણી લડશે.