જામનગરમાં આવી રહી છે વધુ એક ઓઇલ રિફાઈનરી

જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નાયરા એનર્જીની બે મહાકાળી ઓઇલ રિફાઈનરીઓ પછી કેન્દ્ર સરકાર સંચાલિત ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા ગ્રીનફિલ્ડ રિફાઈનરી જામનગર જિલ્લાના દરિયાકાંઠા ઉપર સ્થાપવામાં આવે તેવી શક્યતા છે. ONGCની આ રિફાઈનરી માટે સંયુક્ત સાહસ કરવા માટે સાઉદી અરેબિયાની કંપની-સાઉદી અરામકો-જોડાય તેવી શક્યતા છે.જાણવા મળી રહ્યું છે તે મુજબ દરિયાકાંઠાની આ રિફાઈનરી અંગે ONGC દ્વારા હાલ વિગતવાર શક્યતા અહેવાલ (ડી.એફ.આર.) તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ, આ રિફાઈનરી પ્લાન્ટની ક્ષમતા, રોકાણ અને જગ્યા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.