બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પવનની ગતિની દેખરેખ માટેની એનોમિટર પધ્ધતિ

અમદાવાદ: મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર દેશના પશ્ચિમ ભાગમાં આવેલા દરિયાકિનારાના પ્રદેશોમાંથી પસાર થશે, જ્યાં પવનની ગતિ ખાસ કરીને અમુક વિસ્તારોમાં કેન્દ્રિત છે. આ જોરદાર પવન વાયડક્ટ પર ટ્રેનની કામગીરીને અસર કરવાની સંભાવના ધરાવે છે. આ ચિંતાના નિવારણ માટે વાયડક્ટ પર એનેમોમીટર લગાવવા માટે 14 સ્થળોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી ગુજરાતમાં 9 અને મહારાષ્ટ્રમાં 5 સ્થળ આવેલાં છે. મહારાષ્ટ્રમાં આવેલાં સ્થળોની જો વાત કરવામાં આવે તો તેમાં દેસાઈ ખાડી, ઉલ્હાસ નદી, બાંગ્લા પાડા, વૈતરણા નદી, દહાણુ ઉપનગરનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાતમાં દમણ ગંગા નદી, પાર નદી, નવસારી પરા, તાપી નદી, નર્મદા નદી, ભરૂચ-વડોદરાના મધ્ય વિભાગમાં, મહી નદી, બારેજા અને સાબરમતી નદીનો સમાવેશ થાય છે.

આ ઉપકરણ ખાસ કરીને પવનની ગતિ પર નજર રાખશે. આ ઉપકરણ નદીના પુલો અને અચાનક અને તીવ્ર પવનથી ગ્રસ્ત વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. એનેમોમીટર એ આપત્તિ નિરવાણ પધ્ધતિનો એક પ્રકાર છે. જેને 0 થી 360 ડિગ્રી સુધી ફેલાયેલી 0-252 કિલોમીટર પ્રતિ કલાક રેન્જમાં વાસ્તવિક સમયની પવનની ગતિનો ડેટા પૂરો પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જો પવનની ગતિ 72 કિલોમીટર પ્રતિ કલાક લઈને 130 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોય તો તે મુજબ ટ્રેનની ગતિમાં ફેરફાર કરવામાં આવે છે. ઓપરેશન કન્ટ્રોલ સેન્ટર (OCC) વિવિધ સ્થળોએ સ્થાપિત એનેમોમીટર મારફતે પવનની ગતિ પર નજર રાખશે.