શાળા બાદ એરપોર્ટને મળ્યો ધમકીભર્યો મેઈલ

અમદાવાદમાં સ્કૂલો બાદ હવે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદના વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ધમકી ભર્યો મેઈલ આવ્યો હતો. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આરવામાં આવી છે.

અમદાવાદમાં સ્કૂલો બાદ હવે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા સધન ચેકિંગ હાથ ધર્યુ હતું. CISF તેમજ તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ એરપોર્ટમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જો કે તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી. ધમકીભર્યા ઈમેઈલનું IP એડ્રેસ શોધવા તપાસ શરૂ છે. થોડા સમય પહેલા લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા અમદાવાની 36 જેટલી શાળામાં બોમ્બથી ઉઠાવી દેવાની ધમકી મળી હતી.

ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર ધમકી ભર્યા મેઈલ મળ્યા બાદ તમામ મુસાફરોનું સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ધમકીનો મેસેજ મળતાં જ બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ તથા પોલીસની ટીમો દ્વારા એરપોર્ટની તપાસ હાથ ધરાઈ છે.

બીજી બાજુ, ભારતની રાજધાની દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટને લઈને ફરી એક ચોંકાવનારો ઈમેલ આવ્યો છે. આ વખતે બે મોટી સરકારી હોસ્પિટલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. ANIના અહેવાલ મુજબ બુરારીની એક સરકારી હોસ્પિટલ અને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલ મંગોલપુરીને ધમકીઓ મળી છે.