અમદાવાદ: આ નવરાત્રીમાં જોશથી ભરપૂર રાત્રીઓનો હિસ્સો બનવા તૈયાર થઈ જાઓ! BookMyShowની સહાયક સંસ્થા ટ્રાઈબવાઈબ એન્ટરટેઈનમેન્ટ એ ભારતના લોકપ્રિય અવાજોમાંથી એક, આદિત્ય ગઢવીના રંગ મોરલા સાથે ગુજરાતની સૌથી અદ્ભુત નવરાત્રી ઉજવણીની જાહેરાત કરે છે. આ ભવ્ય ઉત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, 2025 દરમિયાન ગ્રીન અંદાજ પાર્ટી લોન, મકરબા ખાતે યોજાશે.અદિત્ય ગઢવી એ સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા છે. નવલી નવરાત્રીની આ રાત્રીઓમાં આપને પરંપરાગત ગરબા રાસ લોક-ફ્યુઝન સંગીત સાથે મળશે. દસ રાત્રીની આ ઉજવણીમાં એ વ્યક્તિ સાંભળવા મળશે જેના ગીતો દરેક ગુજરાતી હૃદયને સ્પર્શે છે. એક એવો શો જે વિશાળ પણ પરંપરાગત, આધુનિક પણ સાક્ષાત્કારિક છે અને જે સંગીતના ઇતિહાસનો એક નવો સાક્ષી બનશે.
રંગ મોરલા માટેની ટિકિટો ફક્ત ભારતનું અગ્રણી મનોરંજન પ્લેટફોર્મ BookMyShow પર 6 ઓગષ્ટ સાંજે 5 વાગ્યાથી ઉપલબ્ધ છે. રંગ મોરલા એ શો છે જ્યાં અમદાવાદ જીવંત બને છે – હવામાં સંગીતની મહેક, દરેક હૃદયમાં ભક્તિ અને રાત્રીને ઉજ્જવળ કરતી નૃત્યરાસની મજા. અહીં લોકો તેમની સંસ્કૃતિને અનુભવે છે અને દરેક ઢોલના ધબકારા સદાકાળ માટે યાદગાર બને છે. આદિત્ય ગઢવી આ નવરાત્રી તેઓ દર રાત્રે એક જ છત નીચે પ્રસ્તુત કરશે, અદ્ભુત ઊર્જા સાથે તે આખા સમુદાયને જોડશે જેના માટે તેઓ જાણીતા છે.આ અંગે આદિત્ય ગઢવીએ જણાવ્યું, “નવરાત્રી તહેવાર આપણી ઓળખ, આપણી ખુશી અને આપણી ભક્તિનું પ્રતીક છે. આજે લોકોએ મને જે બનાવ્યો છે તે હું તેમને પરત કરી રહ્યો અને તે બદલ હું આભારી છું. રંગ મોરલા – #AGniNavratri એ અમદાવાદ, ગુજરાત અને દરેક એવા વ્યક્તિને મારૂ નમન છે જેને નવરાત્રીમાં એ જ દિવ્ય આનંદ મળે છે જે મને પણ મળે છે. આ ક્ષણ હું હંમેશા યાદ રાખીશ.”
આ નવરાત્રીમાં આદિત્ય ગઢવી પોતાની સાચી શૈલીમાં પર્ફોર્મ કરશે – ‘ખલાસી’, ‘રંગ ભીની રાધા’ જેવા લોકપ્રિય ગીતો સાથે-સાથે ગુજરાતની પરંપરાનો ભાગ રહેલી અદભૂત લોકધૂન પણ રજૂ કરશે.
ટ્રાઈબવાઈબ એન્ટરટેઈનમેન્ટના સ્થાપક અને CEO શોવેન શાહે જણાવ્યું કે, “અમે માનીએ છીએ કે નવરાત્રીને કંઈક અસાધારણ આપવું જોઈએ – એવું જે તેના ઊંડા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂળને સન્માન આપે અને સાથે નવી સરહદો પાર કરતું આધુનિક અનુભવ સર્જે. જ્યારે અમે કલ્પના કરી કે આદિત્ય ગઢવી દસેય રાત્રે એક જ સ્થળે પર્ફોર્મ કરશે – જે તેમણે પહેલાં ક્યારેય કર્યું નથી – ત્યારે જ સમજાયું કે અમે ઇતિહાસ રચી રહ્યા છીએ. ટ્રાઈબવાઈબ ભારતમાં લાઈવ મનોરંજનમાં ક્રાંતિ લાવવા માટે કાર્યરત છે અને રંગ મોરલા એ તેની સાચી સાબિતી છે – નવીનતા સાથે સાંસ્કૃતિક ઉજવણી અને જીવનભર ટકી રહે તેવી યાદો સર્જવાના અમારા ધ્યેયનું પ્રતિક છે.”
