અભિનવ બિંદ્રા ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડથી સન્માનિત, PMએ આપ્યા અભિનંદન

નવી દિલ્હી: ભારતના શૂટિંગ લેજેન્ડ અભિનવ બિન્દ્રાને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) દ્વારા ‘ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા. બિન્દ્રાને ઓલિમ્પિક ચળવળમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  દેશને ગૌરવ અપાવવા બદલઅભિનવ બિન્દ્રાને અભિનંદન પાઠવ્યા છે. બિન્દ્રાએ 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ’થી સન્માનિત થવા બદલ ભારતીય શૂટિંગ લેજેન્ડ અભિનવ બિન્દ્રાને અભિનંદન પાઠવ્યા. ‘ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ’એ IOC દ્વારા વ્યક્તિને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ એવોર્ડ સમારોહ 10 ઓગસ્ટે પેરિસમાં 142મા IOC સત્રમાં યોજાશે.

ઓલિમ્પિક ઓર્ડરની સ્થાપના 1975માં કરવામાં આવી હતી. તે ઓલિમ્પિક રમતનો સર્વોચ્ચ પુરસ્કાર છે. તે ખાસ કરીને ઓલિમ્પિક ચળવળમાં વિશિષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. પરંપરાગત રીતે, IOC દરેક સંબંધિત ઓલિમ્પિક રમતોના સમાપન સમારોહમાં મુખ્ય રાષ્ટ્રીય આયોજકોને ઓલિમ્પિક ઓર્ડર આપે છે. પહેલાં આ સન્માન ઓલિમ્પિક ડિપ્લોમા ઓફ મેરિટ તરીકે આપવામાં આવતું હતું.