આધાર હવે વધુ સુરક્ષિત બનશે, જેના માટે આ ફેરફાર થશે…

નવી દિલ્હી– ઈન્ડિયન યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી(યુઆઈડીઆઈએ) ઝડપથી આધાર નોંધણી ફોર્મ અને અપડેશન ફોર્મમાં ખુબ મોટો ફેરફાર કરવા જઈ રહી છે. તે અનુસાર બેંકો, પોસ્ટ ઓફિસ અને સરકારી કાર્યાલયોના અધિકૃત કર્મચારીઓને તેની અરજી પર બાયોમેટ્રિક સહી કરવાની રહેશે. આ પ્રક્રિયાથી સુરક્ષાને લગતી ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કરાશે.

બાયોમેટ્રિક સહી થવાથી આગળ સંબધિત અધિકારીઓ આધાર અને અપડેશન ફોર્મની સ્વીકૃતિ કરી શકાશે. અને આ બાબત એટલા માટે છે કે જેથી તે માટે અરજી માટે આ સ્થળોથી પણ શરૂ કરી શકાય.

આધાર ઈસ્યુ કરનારી સંસ્થા યુઆઈડીઆઈએના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ પગલાનો ઉદેશ્ય બાયોમેટ્રિક અને અન્ય સુચનાઓના કલેક્શન માટે સુરક્ષાની ચિંતાઓ દૂર કરવાનો છે. આ પહેલા યુઆઈડીઆઈએ રાજ્યોની ખાનગી એજન્સીઓ દ્વારા અરજીઓને સરકારી અથવાનો નગરપાલિકામાં આપવા કહેવાયું હતું. અત્યાર સુધી આધારની અરજી અને તેની નોંધણીનું કામ ખાનગી સ્થળો પર થતું હતું.

એટલું જ નહી યુઆઈડીઆઈએએ સરકારી ક્ષેત્રની બેંકોની સાથે ખાનગી બેંકોની 10 શાખાઓમાંથી એક શાખામાં આધારની નોંધણીની સેવાનું કામ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ પ્રણાલીથી બેંકો, પોસ્ટ ઓફિસ અને સરકારી સ્થળો પર આધારની નોંધણી અને અપડેશનની પ્રક્રિયા ખુબ મોટા પાયે શરૂ થઈ શકે છે. તદઉપરાંત આધારની નોંધણી દરમિયાન બેંકો, પોસ્ટ ઓફિસ અથવા સરકારના અધિકૃત કરાયેલ કર્મચારી દ્વારા આધાર નોંધણી અને અપડેશનની અરજી પર બાયોમેટ્રિક સહી કરી શકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]