૬૮ ભારતીય માછીમારોનો પાકિસ્તાનમાંથી છૂટકારો…

પાકિસ્તાન સરકારે તેણે પકડેલા ૬૮ ભારતીય માછીમાર કેદીઓને છોડી મૂક્યા છે. આ માછીમારો ૨૯ ઓક્ટોબર, રવિવારે પાકિસ્તાનના કરાચી શહેરની લાંધી જેલમાંથી છૂટ્યા બાદ સુરક્ષા પહેરા હેઠળ કરાચી રેલવે સ્ટેશને પહોંચી ટ્રેન દ્વારા વાઘા સરહદ તરફ જવા રવાના થયા હતા, જ્યાં એમને ભારતીય સત્તાવાળાઓને સુપરત કરવામાં આવનાર છે. આ માછીમારોએ પાકિસ્તાનની જળસીમાનું ઉલ્લંઘન કરતાં પાકિસ્તાન સત્તાવાળાઓએ એમને પકડી લીધા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]