દક્ષિણ સુદાનના યુનિટી રાજ્યમાં બુધવારે તેલ કંપનીના કર્મચારીઓને લઈ જતું એક નાનું વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં એક ભારતીય સહિત 20 લોકોના મોત થયા હતા. વિમાનમાં બે પાયલોટ સહિત 21 લોકો સવાર હતા. માહિતી પ્રધાન ગેટવેચ બિપલે જણાવ્યું હતું કે વિમાન તેલ ક્ષેત્રથી રાજધાની જુબા માટે ઉડાન ભરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો.
વિમાનમાં સવાર લોકો ગ્રેટર પાયોનિયર ઓપરેટિંગ કંપની (GPOC) ના તેલ કામદારો હતા. GPOC એ ચાઇના નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશન અને દક્ષિણ સુદાનની સરકારી કંપની નાઇલ પેટ્રોલિયમ કોર્પોરેશન વચ્ચેનું સંયુક્ત સાહસ છે. રાષ્ટ્રપતિ સાલ્વા કીરે જણાવ્યું હતું કે મૃતકોમાં એન્જિનિયરો અને ટેકનિકલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. અકસ્માતનું કારણ જાણી શકાયું નથી.