અમદાવાદ: Hina’s Art Pavilion (HAP) દ્વારા આયોજીત GEMS OF INDIA 2025ને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. જેમાં મુલાકાતીઓને દિવાલો પર લગભગ 2,800 કલા કૃતિઓ, વિવિધ રંગો, રંગબેરંગી રેખાઓ અને કલ્પનાશક્તિ દ્વારા એક અદ્ભૂત પૂર્વ વાર્તા કહેતા હતા. પરિવારો તથા કલા પ્રેમીઓ અને ઉત્સુક દર્શકો દ્વારા આ ઉત્સાહપર્ણ પ્રદર્શનમાં ઉમટી પડેલા લોકો ભારતના બાળકો અને યુવા કલાકારોની વિશિષ્ટ સર્જનાત્મકતા નિહાળતા આશ્ચર્યચક્તિ થયા.બે દિવસની આ ઉજવણી દરમિયાન શ્રીલંકા, કેનેડા અને લંડન સહિત, દેશ-વિદેશના ભાગીદારો સાથે GEMS OF INDIA એ આંતરરાષ્ટ્રીય સ્તરે કલાની ઉજવણી કરી. નિર્દોષ ભુલકાઓના ચિત્રણથી લઈને કૅનવાસ ચિત્રો સુધી, યુવા ટેલેન્ટની વૈવિધ્યસભર રજૂઆતથી દર્શકોને મોહિત કરી દીધા. આ સાથે, કાન્હા સ્થત “અર્થ ફોકસ”ના ગોંડ જનજાતિના ચિત્રો અને “અપંગ માનવ મંડળ”ની કૃતિઓ પ્રદર્શિત થઈ, જે કલાની ભાષાને સંસ્કૃતિઓ, ક્ષમતાઓ અને પેઢીઓ સાથે જોડાતી સાબિત થઈ.કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ કેન્દ્રમાં પુરસ્કાર વિતરણ કાર્યક્રમ હતો. જેમાં 250+ યુવા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા. 50 ગોલ્ડ, 50 સિલ્વર, 50 બ્રોન્ઝ અને 100 સ્પેશ્યિલ રેકગ્નિશન્સ વિતરણ કરાયા. 12 જનજાતિ બાળકો અને 3 વિશેષ ક્ષમતા ધરાવતા કલાકારો માટે વિશેષ સન્માન અપાયું. જેથી સમગ્ર કાર્યક્રમમાં સમાવિષ્ટતા અને સમાનતાનું તત્વ સુદ્રઢ થતું હતું.GEMS OF INDIA 2025 માત્ર એક સ્પર્ધા જ નહીં, પણ યુવા કલાકારો માટે વાસ્તિવક તક પણ બની. હોસ્પિટલો, ડૉક્ટરો, શાળાઓ અને બાળપ્રવૃત્તિ કેન્દ્રોએ આ કલા કૃતિઓ ખરીદવામાં રસ દર્શાવ્યો. જે માન્યતાને સપનાથી સાકારતામાં બદલવા માટેની શરૂઆત બની. 20+ ચિત્રો વેચાયા અને વધુ માટે વિચારણા ચાલુ છે, જે સાબિત કરે છે કે આ સમસ્ત કલાકારો ફક્ત સ્વપ્નદ્રષ્ટા જ નહીં, પણ ઉદ્ભવતા વ્યાવસાયિકો પણ છે. આર્ટ ફક્ત જોવા માટે જ નહીં, પણ અનુભવવા માટે પણ હતું. બાળકોને લાઈવ ઇન્ટરેક્ટિવ વર્કશોપમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. જ્યાં સાદા પાનાંઓ રંગીન કલ્પનામાં રૂપાંતરિત થયા. સમગ્ર વાતાવરણ સુદંર ડાન્સ અને મ્યુઝિકલ પર્ફોમન્સ સાથે ઉજવાતા પ્રેક્ષકો માટે એક યાદગાર શમણું બની રહ્યું.HAP ના સંસ્થાપક અને ડિરેક્ટર ડૉ. હીના શાહએ આ કલા ઉત્સવ અંગે પોતાનો વિશેષ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું, “કલા એ સર્જનાત્મક વિચારધારા માટેની પાયાની ગાંઠ છે, અને હજારો યુવા કલાકારોને તેમની દ્રષ્ટિને વ્યક્ત કરવાનું માધ્યમ આપવું ખરેખર પ્રેરણાદાયી છે. આ ઘટના ફક્ત એક પ્રદર્શન નથી, એક ચળવળ છે, જે બાળ કલાકારોની પ્રિતભાને ઓળખી તેને પ્રેરણા આપવા માટેના પ્રયત્નોની શરૂઆત છે.”