ઇઝરાયેલમાં હમાસના હુમલામાં 9 અમેરિકન નાગરિકો માર્યા ગયા

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યાર સુધીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ યુદ્ધથી થયેલી તબાહીએ સૌને હચમચાવી દીધા છે. ઇઝરાયેલમાં હમાસના હુમલામાં 9 અમેરિકન નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકન અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.

EU આવતીકાલે ઈમરજન્સી બેઠક યોજશે

યુરોપિયન યુનિયનના પ્રતિનિધિ જોસેપ બોરેલે કહ્યું કે ઈઝરાયેલ પરના હુમલાને ધ્યાનમાં રાખીને EU 10 ઓક્ટોબરે તેના વિદેશ મંત્રીઓની ઈમરજન્સી બેઠક બોલાવશે.

જબાલિયા કેમ્પ પર ઈઝરાયેલનો હુમલો, 50 માર્યા ગયા

ગાઝાથી અહેવાલ આપતા અલ જઝીરાએ જણાવ્યું હતું કે ઇઝરાયલી હવાઈ હુમલાઓએ ગાઝાના સૌથી વધુ ભીડવાળા કેમ્પમાંના એક જબાલિયા કેમ્પને નિશાન બનાવ્યું છે. આ હુમલામાં 50થી વધુ લોકો માર્યા ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કિદ્રાના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક લગભગ 500 છે અને 8,000 થી વધુ ઘાયલ છે.

હમાસ તરફથી ફરીથી રોકેટ છોડવામાં આવ્યા

હમાસ તરફથી ફરી એક પછી એક ત્રણ રોકેટ છોડવામાં આવ્યા છે. ગાઝામાંથી રોકેટ છોડવામાં આવ્યા બાદ ઈઝરાયેલમાં ફરી એકવાર હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ આ જાણકારી આપી છે. જેરુસલેમમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટો સાંભળવામાં આવ્યા છે.

ગાઝાની આસપાસના તમામ વિસ્તારો પર ફરીથી નિયંત્રણ મેળવવું : ઇઝરાયેલી આર્મી

હમાસના ઓચિંતા હુમલાના 48 કલાકથી વધુ સમય પછી, ઇઝરાયેલની સૈન્યએ કહ્યું કે તેણે ગાઝાની આસપાસના તમામ વિસ્તાર પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે.