અમદાવાદ: મહાભારતનો પાંચમો વેદ અને વેદ વિદ્યાના વધારા તરીકે રચાયેલો સંસ્કૃત ભાષાના બે ઇતિહાસ ગ્રંથોમાંનો એક ગણાય. મહાભારતમાં જીવન સ્પર્શી તમામ બાબતોનો મહાસંગમ તથા લોક કથાઓનો ભંડાર હોવાથી એ મહત્વો ગ્રંથ ગણાય છે.સામાન્ય દિવસોમાં મોટાભાગે ગીતા, રામાયણ, ભાગવતનું પઠન વધારે થતું હોય છે. સામાન્ય દિવસોમાં કેટલાંક લોકો માન્યતાઓના કારણે મહાભારતનું પઠન કરતાં નથી. પરંતુ પરંપરાઓથી જોડાયેલા લોકો મહાકાવ્ય મહાભારતને માણે છે. અમદાવાદમાં સરસપુરમાં છેલ્લા 46 વર્ષથી સોસાયટીના સ્થાનિક લોકો ભેગા મળી મહાભારતનું આખાય શ્રાવણ માસ દરમિયાન પઠન કરે છે.
સરસપુર પંડિતનગરના નટવરભાઇ ચિત્રલેખા.કોમને કહે છે અમારા ત્યાં સૌ ભેગા મળી તમામ ધાર્મિક ઉત્સવો, તહેવારોની ઉજવણી કરીએ છીએ. પરંતુ શ્રાવણ માસ શરૂ થાય એટલે નારણપુરાની ચાલીમાં સૌ ભેગા મળી સતત 46 વર્ષથી મહાભારતનું વાંચન કરીએ છીએ. અહીં સૌ રાત્રે આઠ વાગ્યે ભેગા થાય, બે વાગ્યા સુધી મહાભારત પઠન, ભક્તિ સંગીત ચાલે. વર્ષોથી કિર્તન સાથે વાંચન એક પરંપરા થઇ ગઇ છે.
મહાભારતના પઠન વિશે શાસ્ત્રી મનોજભાઇ કહે છે એક માન્યતા પ્રમાણે મહાભારતનું પઠન ઘણાં લોકો કરતાં નથી. આ એક ઉત્કૃષ્ટ ગ્રંથ છે, એનું પઠન ગમે ત્યારે થઇ શકે.
