કેરળમાં બોટ પલટી જવાથી મોટી દુર્ઘટના, 15 લોકોના મોત, અનેક લાપતા

કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર પાસે એક પ્રવાસી બોટ પલટી જતાં 15 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દુર્ઘટના સમયે બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર પાસે એક પ્રવાસી બોટ પલટી જતાં 15 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.


દુર્ઘટના સમયે બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. રાજ્ય મંત્રી વી અબ્દુરહમાને માહિતી આપી કે કેરળના મલપ્પુરમ જિલ્લામાં મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે.


જણાવી દઈએ કે અકસ્માત રાત્રે થયો હતો. આવી સ્થિતિમાં રાહત ટીમના જવાનોને વધુ મહેનત કરવી પડે છે. લોકોને બહાર કાઢવા માટે રાત્રીના અંધારામાં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બચાવ માટે ટોર્ચ પ્રગટાવીને લોકોને શોધવામાં આવી રહ્યા છે.

બિહારમાં પણ આવી જ ઘટના બની હતી

આ પહેલા ડિસેમ્બર 2022માં પણ બિહારમાં આવી ઘટના બની હતી. વાસ્તવમાં બિહારના પટનામાં એક મોટો અકસ્માત થયો હતો. તે સમયે ગંગા નદીમાં 15 લોકોને લઈ જતી બોટ ડૂબી ગઈ હતી. આ ઘટનામાં કેટલાક લોકો ગુમ પણ થયા હતા, જેમની શોધ માટે પોલીસે ભારે મહેનત કરવી પડી હતી.