ધોની, જાધવ, ચહલે ભારતને અપાવી ઐતિહાસિક શ્રેણીજીત…

ભારતે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 18 જાન્યુઆરી, શુક્રવારે ત્રીજી અને સીરિઝની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 7-વિકેટથી પરાજય આપીને સીરિઝ 2-1થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતે આ પહેલી જ વાર દ્વિપક્ષીય વન-ડે શ્રેણી જીતી છે. વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા ઓસ્ટ્રેલિયાને બેટિંગ આપી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 48.4 ઓવરમાં 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 49.2 ઓવરમાં 3 વિકેટના ભોગે 234 રન કરીને મેચ જીતી લીધી હતી. વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની 87 અને કેદાર જાધવ 61 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બંનેએ ચોથી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી અને અતૂટ રહી હતી. કેપ્ટન કોહલીએ 46, રોહિત શર્માએ 9, શિખર ધવને 23 રન કર્યા હતા. 42 રનમાં 6 વિકેટ લેનાર લેગબ્રેક બોલર યુઝવેન્દ્ર ચહલને મેન ઓફ ધ મેચ અને સીરિઝમાં ત્રણ હાફ સેન્ચુરી ફટકારનાર ધોનીને મેન ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]