અમેરિકામાં છે ‘સ્વામી વિવેકાનંદ માર્ગ’, દરેક ભારતીયો માટે છે ગૌરવની વાત..

શિકાગો– દેશના તમામ રાજ્યોમાં ગાંધી રોડ, સરદાર માર્ગ, જેવા બોર્ડ જોવા મળે છે. પરંતુ એક એવા વ્યક્તિ, કે  જેનું વ્યક્તિત્વ જ આજે પણ ઉદાહરણ માટે લેવામાં આવે છે. એવા સ્વામી વિવેકાનંદ કે જેમના નામથી અમેરિકાના શિકાગોમાં માર્ગ બનાવવામાં આવ્યો છે.

શિકાગોમાં ૧૮૯૩ માં સ્વામી વિવેકાનંદ ભારત વતી ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા હતા. અને સ્વામી વિવેકાનંદના ૩ મિનિટના પ્રવચન બાદ ધર્મસભામાં ઉપસ્થિત જુદા જુદા દેશના  ૭ હજારથી પણ વધારે મહાનુભાવોએ ઉભા થઈ સ્વામીજીનું અભિવાદન કર્યું હતું.

શિકાગોમાં યોજાયેલી આ ધર્મસભામાં સ્વામી વિવેકાનંદે મારા ‘ભાઈઓ અને બહેનો’ શબ્દોનો ઉલ્લેખ કરીને પશ્ચિમના દેશોમાં ભારતની મૂળ સંસ્કૃતિ ઉજાગર કરી હતી. આજે અમેરિકાના શિકાગો સહિત તમામ શહેરમાં સંખ્યાબંધ ભારતીયો હું વસે છે. પરંતુ આ ભારતીયોને આજે સ્વામી વિવેકાનંદે જે સ્થળ ઉપર ધર્મસભામાં ઉપસ્થિત રહી પ્રવચન આપ્યું હતું, તે સ્થળ અંગે જાણકારી જ નથી.

એટલું જ નહીં , હાલમાં ૧૨મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ હતો તેમ છતાં પણ અહીં વસતા ભારતીયોને chitralekha.com ના પ્રતિનિધિ દ્વારા પૂછવામાં આવતા તેમને ધર્મસભાનું સ્થળ તેમજ સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ અંગેની જાણકારી ન હતી.

સપ્ટેમ્બર ૧૯૯૫ ના રોજ અમેરિકન સરકારે જે સ્થળ પર સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું તે સ્થળ પાસેના માર્ગને ‘સ્વામી વિવેકાનંદ માર્ગ’ નામ આપવામાં આવ્યું છે. જે તમામ ભારતીયો માટે એક ગર્વની બાબત છે. જે ધર્મસભામાં સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દુનિયાના લોકો સુધી પહોંચાડવામાં આવી હતી તે પ્રવચનના કેટલાક મુદ્દા અહીં શિકાગો ખાતેના આર્ટ ઇન્સ્ટિટ્યૂટમા દર્શાવવામાં આવ્યા છે.

૧૨ જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ, અને તેમના જન્મ દિવસે શિકાગો ખાતેની ધર્મસભા યાદ કરી ભારતની સાચી સંસ્કૃતિની યાદ તાજી કરવી જ રહી..

યુએસએથી નીરવ ગોવાણીનો અહેવાલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]